________________
૨૫
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ પોતાના ગુરુ અને દેવને ભૂંડા કહેશે ? અર્થાત્ તેઓ,
‘ભૌતિક ઇચ્છાથી આરાધાયેલો ધર્મ ભંડો છે' એની જેમ,
‘ભૌતિક ઇચ્છાથી આરાધાયેલા શ્રીરામચન્દ્રસૂરિ મ. ભૂંડા છે, સંસાર વધારનારા છે, રીબાવી રીબાવીને મારનારા છે...' આવો બધો પ્રચાર કરશે ખરા ? ને એ જ રીતે શ્રી વીરપરમાત્માને ભૂંડા કહેશે ખરા ?
પ્રિ-૨૧] કોઈ આવીને ભૌતિક અપેક્ષાથી આ.શ્રીરામચન્દ્ર સુ.મ.ને વંદન કરી જાય ને એનો સંસાર વધી જાય તો, એમાં કાંઈ શ્રી રામચન્દ્ર સુ.મ. કારણ નથી, પણ એવું ભૌતિક અપેક્ષાથી થયેલું વંદન જ કારણ છે, માટે આચાર્યશ્રીને સંસારવર્ધક શી રીતે કહેવાય ?
ફિ-૨૧] આ વંદનથી એનો સંસાર વધી જ જાય” આ વાત માની લેવાય તેવી નથી. છતાં એક વાર એ માની લઈને કહું છું કે, કોઈ આવીને નિરાશસભાવે આચાર્યશ્રીને વંદન કરી જાય ને એનો સંસારમાંથી ઉદ્ધાર થઈ જાય તો ત્યાં પાગ વસ્તુતઃ એ નિરાશસભાવના વંદનના કારણે જ ઉદ્ધાર થયો છે, તો શું આચાર્યશ્રીને ‘ભવોદધિતારક' નહીં કહેવાય ? એ જ રીતે પરમાત્માને “સંસારનાશક' વગેરે ન કહેવાય ? ને તો પછી પૂર્વપુરુષોએ પ્રભુના સંસારતારક, વગેરે જે વિશેષણો વાપર્યા છે તે ખોટાં છે ?
એટલે, જો ભૌતિક અપેક્ષાથી વંદનાદિ કોઈ કરી જાય ને એ ડૂબતો હોય તો આ.શ્રી રામચન્દ્ર સુ.મ.ને તમારે ‘ભંડા” કહેવા જ પડે.
પણ વાસ્તવિકતા એ છે કે, કોઈ પણ સારું થાય એનો જશ દેવ-ગુરુધર્મની કૃપા છે' એમ ઉપાસ્ય તત્વસ્વરૂપ દેવ-ગુરુ-ધર્મને આપવો, અને કાંઈ પણ ખરાબ થાય તો એમાં મારી ભૂલ છે' એમ પોતાના પર દોષ લઈ લેવો એ શિષ્ટાચાર છે. ધર્માત્માને જેમ દેવ અને ગુરુ એ આદરણીય તત્વ છે એમ ધર્મ પણ આદરણીય તત્વ છે જ, અને તેથી જેમ દેવ અને ગુરુને ‘ભંડા” વગેરે ગાળ ન અપાય એમ ધર્મને પણ ભંડો' વગેરે ગાળ ન જ આપી શકાય. બાકી ધર્મ ભૂંડો હોય તો તો એનાથી દુઃખ જ આવે, અને તો પછી “સુખ ધર્માત દુઃખ પાપાતું” એ સનાતન સત્યનું શું થાય ? માટે, ધર્મ ભૂંડો નથી.
પ્રિ-૨૨] વિષમિશ્રિત દૂધપાક આરોગવાથી મૃત્યુ પામનાર માટે જેમ લોકવ્યવહારમાં દૂધપાકથી મયો” એમ કહેવાય છે એમ ભૌતિક આશંસાથી કરેલા ધર્મથી સંસાર વધ્યો એમ શા માટે ન કહેવાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org