________________
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ
પણ, જેઓનો ભવાભિષ્યંગ કંઈક પણ મોળો પડ્યો છે એવા અપુનર્બન્ધક વગેરે જીવો પ્રજ્ઞાપનીય હોય છે. મુક્તિ પ્રત્યે કંઈક અનુરાગવાળા બનેલા અથવા તો મુક્તિ પ્રત્યેના દ્વેષથી મુક્ત બનેલા (મુક્તિનો અદ્વેષ ધરાવનારા) તેઓની બાધ્યકક્ષાની ફળાપેક્ષા સદનુષ્ઠાનનો રાગ કરાવનારી હોય છે અને તેથી એવી બાધ્યફળાપેક્ષાથી થતું અનુષ્ઠાન તદ્વૈતુઅનુષ્ઠાન (અમૃત અનુષ્ઠાનનું કારણ બનતું અનુષ્ઠાન) બને છે જે ઉપાદેય છે.
ગીતાર્થગુરુના ‘‘જો તમે ધનઋદ્ધિને ઇચ્છો છો તો તમે ગંધપૂજા કરો'' વગેરે ઉપદેશનો જે વિષય બન્યો છે તે તીવ્રભવાભિષ્યંગવાળો અભવ્યાદિ જીવ તરીકે નિશ્ચિત થયેલો તો નથી જ (કેમ કે એને તો ઉપદેશ જ આપવાનો ન હોય) કિન્તુ અપુનર્બન્ધકઅવસ્થા વગેરે પામેલા જીવ તરીકે જ એ સંભાવિત છે. તો એના ભૌતિક અપેક્ષાથી થતા અનુષ્ઠાન પર, ભૌતિક અપેક્ષા હોવા માત્રના કારણે વિષાનુષ્ઠાનનું લેબલ શી રીતે મારી દઈ શકાય કે એને નિષિદ્ધ શી રીતે કહી દેવાય ? ગીતાર્થગુરુ ભૌતિક અપેક્ષાથી પણ ધર્મ જ કરવાનું જે કહે છે તેને ‘વિષાનુષ્ઠાન કરવાનો ઉપદેશ આપી રહ્યા છે' એમ જો નથી કહેવાતું તો, એ ઉપદેશને અનુસરીને અપુનર્બન્ધક જીવ ધર્મ આચરે તો એ ધર્મને ભૌતિક અપેક્ષા રહી હોવા માત્રથી ‘વિષાનુષ્ઠાન' શી રીતે કહી દેવાય ? એ ભૌતિક અપેક્ષા બાધ્યફળાપેક્ષા રૂપ ન જ હોય ને તેથી અનુષ્ઠાન તહેતુ અનુષ્ઠાન ન જ હોય એવું કેમ કહી શકાય ? ને જો એ તહેતુઅનુષ્ઠાન છે તો એ તો કર્તવ્ય છે જ. એટલે ‘અર્થ-કામના અભિલાષીએ ધર્મ જ કરવો જોઈએ' વગેરેનો નિષેધ વિષાનુષ્ઠાન વગેરે દ્વારા થતો નથી એ નિશ્ચિત થયું.
એ પણ ધ્યાનમાં લેવા જેવું છે કે ભૌતિક અપેક્ષા હોવા માત્રથી અનુષ્ઠાન વિષાનુષ્ઠાન બની જતું નથી, પણ એ અપેક્ષા એવી તીવ્ર હોય કે જેનાથી સચ્ચિત્તનું મારણ વગેરે થાય તો જ અનુષ્ઠાન વિષાનુષ્ઠાન બને છે એ વિષાનુષ્ઠાન વગેરેની વ્યાખ્યાથી સ્પષ્ટ છે. એમાં જણાવ્યું જ છે કે લબ્ધિવગેરેની અપેક્ષાથી સચ્ચિત્તનું મારણ વગેરે થવાના કારણે અનુષ્ઠાન વિષાનુષ્ઠાન બને છે. એટલે અપેક્ષા રહી હોવા છતાં જો સચ્ચિત્તનું (મનના શુભપરિણામનું) મારણ થતું ન હોય તો અનુષ્ઠાન વિષાનુષ્ઠાન બનતું નથી.
४. अपि बाध्या फलापेक्षा सदनुष्ठानरागकृत् ।
सा च प्रज्ञापनाधीना मुक्त्यद्वेषमपेक्षते ॥ २१ ॥ मुक्त्यद्वेषद्वात्रिंशिका ।
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org