________________
૧૪
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ એવા બીજા પુત્રને પણ શું એ શ્રાવક આ જ વાતો કરશે ? કે પછી એને તો એમ કહીને પૂજામાં જોડવાનો પ્રયાસ કરશે કે “જો ભાઈ ! આલોકમાં સુખશાંતિ જોઈતા હોય તો પણ તારે પ્રભુપૂજા કરવી જ જોઈએ, એનાથી જ આલોકપરલોકમાં બધે સુખ-શાંતિ-સ્વસ્થતા વગેરે પ્રાપ્ત થાય છે.'
એમ કોઈકને કંઈક ભૌતિક અપેક્ષા ઊભી થયેલી છે ને એ માટે કંઈક કરવા તો એ ધારે જ છે. પણ ગીતાર્થ ગુરુનું માર્ગદર્શન લેવા આવ્યો છે. તો આ અધિકારમાં પણ ધર્મ અર્થ-કામ માટે ન કરવો’ ‘ધર્મ મોક્ષ માટે જ કરવો વગેરે વાતો અપ્રસ્તુત બની રહે છે એ સ્પષ્ટ છે. ધર્મ શા માટે કરવો જોઈએ” એવી જિજ્ઞાસાના અધિકારની આ વાતો “ભૌતિક ઇચ્છા હોય તો શું કરવું ?' એવી જિજ્ઞાસા હોય ત્યારે શી રીતે પ્રસ્તુત બને ?
વિષાનુષ્ઠાન વગેરે પાંચ અનુષ્ઠાનોની પ્રરૂપણા યોગબિન્દુ વગેરે યોગગ્રન્થોમાં ધર્મમાર્ગે જોડાયેલા જીવોને આશયશુદ્ધિ વગેરે દ્વારા આગળ વધારવાના અધિકારમાં આવે છે. એટલે એમાં કરેલા નિષેધથી, નવા જીવોને ધર્મમાં આકર્ષવાના અધિકારમાં આવતી વાતનો નિષેધ પણ થઈ જ જાય એમ માની લેવાય નહીં. નહીંતર તો આશયશુદ્ધિના અધિકારમાં ધર્મ ધન વગેરે ભૌતિક ચીજો માટે ન કરવો' વગેરે કહેનારા ગ્રન્થકારોએ ખુદ નવા જીવોને ઉપદેશના અધિકારમાં જો તમે ધનત્રદ્ધિ વગેરેને ઇચ્છો છો તો પણ ધર્મ જ કરો''વગેરે જે કહ્યું છે તે કહી શી રીતે શકે ? એમના જ વચનોમાં વિરોધ નહીં થાય ? ઉપરની ભૂમિકામાં ત્યાજ્ય કહ્યું હોવા માત્રથી નીચલી ભૂમિકામાં પણ પુષ્યને ત્યાજ્ય થોડું કહી દેવાય ? આ તો, વિષાનુકાન વગેરેના નિષેધ દ્વારા અર્થકામાભિલાષિણા ધર્મસ્તુ નૈવ કર્તવ્યઃ' એવો નિષેધ સૂચિત કરવા તમે જે પ્રયાસ કર્યો તે અંગે જવાબ આપ્યો.
પણ બીજી મહત્ત્વની વાત એ છે કે ભૌતિક અપેક્ષા રહેલી હોય એટલા માત્રથી અનુષ્ઠાન વિષ’ કે ‘ગર’ બની જાય એવું માની લેવું એ અધૂરી સમજ છે. કારણ કે ભૌતિક અપેક્ષા હોવા છતાં અનુષ્ઠાન ‘તહેતુઅનુષ્ઠાન' પણ બની શકે છે જેને ગ્રન્થકારોએ ઉપાદેય બતાવ્યું છે.
તીવ્રભવાભિવંગવાળા (=સંસાર પ્રત્યેની ગાઢ આસક્તિવાળા) અભવ્ય વગેરે જીવો અપ્રજ્ઞાપનીય હોય છે એટલે કે ગમે એટલી સમજણ આપવામાં આવે તો પણ સમજે જ નહીં એવા હોય છે. આવા જીવોને જે ભૌતિક ફળની અપેક્ષા હોય છે એ અબાધ્યકક્ષાની ભૌતિકફળાપેક્ષા હોય છે અને તેઓ મુક્તિ પ્રત્યે દ્વેષ ધરાવતા હોય છે. આવા જીવોને શાસ્ત્રકારોએ ઉપદેશ માટે અયોગ્ય બતાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org