Book Title: Tattvanirnaya
Author(s): Abhayshekharsuri
Publisher: Shah Kantilal Chhaganlal

View full book text
Previous | Next

Page 27
________________ ૧૮ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ જો તેઓ આત્મહિતેચ્છુ અને પાપભીરુ છે તો હજુ જાહેરમાં મિચ્છામિ દુક્કડમ કેમ નથી દીધા ? એ પૂછવું જોઈએ. તથા પોતાના માનેલા એ સુગુરુની ભાવકરુણા ચિંતવી એમને આ બધી અસત્ય વાતોનું પ્રાયશ્ચિત્ત કરવા ઉલ્લાસિત કરવા જોઈએ. પ્રિ-૧૪ તમે હમણાં ત્રણ પ્રકારના સંદર્ભે બતાવી ગયા. એમાં તમે જણાવ્યું કે ધર્મમાં જોડાઈ ગયેલા જીવોને આશયશુદ્ધિ વગેરેની વાત કરવાની હોય છે ને નવા જીવોને ધર્મમાં જોડવાના હોય તો “અર્થ-કામના ઇચ્છુકે પણ ધર્મ જ કરવો જોઈએ” વગેરે ઉપદેશ દેવાનો હોય છે. તો તમે આ નિરૂપણ જે કરી રહ્યા છો તે શું નવા જીવો વાંચવાના છે ને ધર્મમાં જોડાવાના છે ? | ઉ-૧૪] આ પ્રશ્ન મહત્વનો છે. સામાન્યથી આપણી વ્યાખ્યાન સભાઓમાં આવનારો વર્ગ “અર્થ-કામ માટે શું કરવું ?' એ જિજ્ઞાસા લઈને વ્યાખ્યાનમાં આવતો નથી, પણ કંઈક અધ્યાત્મની વાતો, વૈરાગ્યવર્ધક વાતો, દોષનાશ-ગુણપ્રાપ્તિના ઉપાયો, તત્ત્વની જાણકારી વગેરે જિજ્ઞાસાથી આવતો હોય છે. એટલે તેઓને ‘અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ” વગેરે ઉપદેશ આપવાનો પ્રશ્ન જ હોતો નથી. અને તેથી જ અમે ચાતુર્માસના કે શેષકાળના વ્યાખ્યાનમાં સામાન્યથી આ ઉપદેશ આપતા હોતા જ નથી, પણ ઉપરથી ધર્મ તો કેવળ આત્મશુદ્ધિ અર્થે જ કરવાનો છે વગેરે વાતોને જ ભારપૂર્વક જણાવીએ છીએ. સુગૃહીતનામધેય ગુરુદેવ સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું ઉપદેશામૃત દિવ્યદર્શનના સેંકડો અંકોમાં પ્રકાશિત થયેલું છે, એ પણ જોઈ જાવ, એમાં પણ આશયશુદ્ધિ, વિધિશુદ્ધિ વગેરે અંગેનું જ માર્ગદર્શન જોવા મળશે. પ્ર-૧૫ તમારી આ વાત સાચી છે અને તેથી જ મૂંઝવણમાં વધારો કરે છે, પ્રવચનમાં તમે અર્થ-કામને ભારે અનર્થકર તરીકે વર્ણવો છો, ધર્મસાધનામાં બીજો ત્રીજો કોઈ આશય ન ભળી જાય એનું બીજાઓ કરતાં પણ કયારેક અધિક સચોટ પ્રતિપાદન કરો છો ને આ પુસ્તક વગેરે સાહિત્યમાં પાછું “અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ” વગેરે ઉપદેશ આપો છો. એમ દિવ્યદર્શનમાં પણ વર્ષોથી, ભલભલા ભોગવિલાસી યુવાનોને પણ રોમેરોમમાં વૈરાગ્ય ખીલી ઊઠે એવું માર્ગસ્થ લખાણ આવતું હતું. ને છેલ્લે છેલ્લે જ કેટલાક વખતથી ‘અર્થકામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ વગેરે લખાણ આવવા માંડ્યું. એટલે સહજ મનમાં પ્રશ્ન ઊઠે છે કે પોતે આજ સુધી જે લખી આવ્યા છે એનાથી વિર૮ ઉપદે શ હવે આપી રહ્યા છે. માટે ખોટા જ હશે ને ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106