Book Title: Tattvanirnaya
Author(s): Abhayshekharsuri
Publisher: Shah Kantilal Chhaganlal

View full book text
Previous | Next

Page 11
________________ ર ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ પ્રચાર કરી ‘‘અમે કેવું શાસ્ત્રવિપરીત નિરૂપણ કરી રહ્યા છીએ !'' એ રીતે લોકોને ભડકાવવા માટે હાથે કરીને અમારા કથનને વિકૃતરૂપે રજુ કરાઈ રહ્યું છે ને પછી એમાં દોષો દર્શાવાઈ રહ્યા છે. પ્ર-૩ હેં ! “ધર્મ સંસાર માટે ય કરાય'' આ બધું તમારું નિરૂપણ નથી ? તો તમારૂં નિરુપણ શું છે ? [૬-૩] ‘અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો' આ અમારું નિરૂપણ છે. આમાં અર્થ-કામ (=સાંસારિક ચીજ= પૌદ્ગલિક ચીજ) શબ્દ પહેલાં છે, ‘ધર્મ’ શબ્દ પછી છે, તથા ‘પણ’ અને ‘જ’ અવ્યયો વપરાયા છે આ ખ્યાલ રાખવો. ક્યાંક એનો વ્યક્તરૂપે ઉલ્લેખ ન હોય ત્યાં પણ અધ્યાહારથી જાણી લેવા. સંસાર અને સાંસારિક ચીજ આ બે વસ્તુ પણ જુદી છે એ પણ ખ્યાલ રાખવો. સંસાર એટલે સંસરણ એટલે કે ચોર્યાસી લાખ યોનિના ચક્કરમાં ભટકવું તે. એના માટે ધર્મ કરવાનું આ નિરૂપણ નથી. કારણ કે વિવક્ષિત ધર્મ પણ પરંપરાએ મોક્ષ સુધી પહોંચાડે ને સંસાર કાપે એ માટે જ પ્રરૂપાય છે. હા, સાંસારિક ચીજને જણાવવાના અભિપ્રાયથી ‘સંસાર માટે પણ ધર્મ જ કરવો જોઈએ' આવું બોલવામાં કોઈ પ્રશ્ન નથી પણ એ વખતે પણ, અભિપ્રાય તો “સાંસારિક ચીજ માટે પણ ધર્મ જ કરવો જોઈએ” આવો જ બની રહેશે. આવા અભિપ્રાયસ્વરૂપ વિનાનું ‘ધર્મ સંસાર માટે ય કરાય' વગેરે કોઈ કથન અમારું છે નહિં એ દરેકે ખાસ નોંધી લેવા ભલામણ છે. પ્ર-૪ ‘અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો' આ તમારું નિરૂપણ છે એ સ્વીકારીએ છીએ. ને એ સિવાયનાં કથનો તમારા પર ખોટા આરોપો ચઢાવવા રૂપ છે એ પણ સ્વીકારીએ છીએ. છતાં ‘અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ' આવા તમારા વાસ્તવિક નિરૂપણને પણ ‘ધર્મ મોક્ષ માટે જ કરાય’ આ નિરૂપણ સાથે તો વિરોધ છે જ ને ? ઉ-૪] ના, આમાં કોઈ વાસ્તવિક વિરોધ નથી. આ વાત લૌકિક દૃષ્ટાંતથી સમજીએ :- ડૉક્ટરને કોઈ પૂછે છે ઃ દવા શા માટે લેવાની ? ડૉક્ટર એમ જ કહેશે કે દવા આરોગ્ય માટે જ લેવાય. દવા રોગ માટે ન લેવાય. બેહોશી એ આરોગ્ય નથી, રોગ છે. છતાં, ‘બેહોશી માટે શું કરવું ?' આવો પ્રશ્ન આવે ત્યારે પણ ડૉક્ટર, ‘બેહોશી માટે પણ દવા (ક્લોરોફોર્મ વગેરે) જ લેવાય’ એમ જ કહેશે, બીજા માળેથી ભૂસકો મારવો વગેરે ઉપાય નહીં દર્શાવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106