Book Title: Tattvanirnaya
Author(s): Abhayshekharsuri
Publisher: Shah Kantilal Chhaganlal

View full book text
Previous | Next

Page 16
________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ નથી, કિન્તુ માત્ર મહિમા દર્શાવવા માટેના છે, એવું એનું તાત્પર્ય નથી ? કારણ કે અર્થ-કામને અનર્થકર માનનારા ગ્રન્થકારો, એ જ અર્થ-કામ મેળવવા માટે ધર્મ કરવાનું વિધાન કરે એમ શી રીતે માની શકાય ? [ઉ-૯] ‘અર્થ-કામના ઇચ્છુકે ધર્મ કરવો જોઈએ કે ન કરવો જોઈએ' આ બેમાંથી કયો વિકલ્પ ગ્રન્થકારના મનમાં રહ્યો છે એ વિચારીએ. ‘‘કરવો જોઈએ’’ એવો વિકલ્પ જો રહ્યો હોય તો આવાં વચનો, ધર્મ કરવો જોઈએ એવું જ જણાવનારાં બની રહેશે, એટલે કે અર્થ-કામની ઇચ્છાવાળાને પણ એ માટે ધર્મ કરવાની પ્રેરણા કરનારાં બની રહેશે, માત્ર મહિમાદર્શક નહીં, એ સ્પષ્ટ છે. ‘“અર્થ-કામના ઇચ્છુકે ધર્મ તો ન જ કરાય'' આવો અભિપ્રાય જ ગ્રન્થકારના દિલમાં રહ્યો હોય તો એમ જરૂર કહી શકાય કે, ‘અર્થ-કામનો ઇચ્છુક એ ઇચ્છાથી ધર્મ કરે' એ માટે ગ્રન્થકાર આવું વાક્ય નથી કહી રહ્યા, પણ માત્ર ધર્મનો મહિમા દર્શાવવા કહી રહ્યા છે. પણ તો પ્રશ્ન એ ઊભો થશે કે, ‘અર્થ-કામના ઇચ્છુકે ધર્મ તો ન જ કરાય' આવું જેમના દિલમાં હોય તેઓ ‘અર્થ-કામના ઇચ્છુકે પણ ધર્મ જ કરવો જોઈએ' એવું બોલે ખરા ? ‘ન કરવો જોઈએ’ એવું જણાવવા માટે ‘કરવો જોઈએ’ એવો શબ્દપ્રયોગ કરુણાસંપન્ન ગ્રન્થકાર કરી શી રીતે શકે ? શું તેઓ શ્રદ્ધાળુ શ્રોતાને ઠગવા બેઠા છે કે જેથી ‘અર્થ-કામની ઇચ્છાથી કરાયેલો ધર્મ નુકશાનકર્તા હોવાથી અકર્તવ્ય છે’એવું દિલમાં માનતા હોવા છતાં બહાર ‘‘કરવો જોઈએ'' એમ બોલે ? કરુણાસંપન્ન સંવિગ્ન ગીતાર્થગુરુ ઠગાઈ નથી કરી રહ્યા એ તો સ્પષ્ટ જ છે. માટે જો તેઓ ‘“અર્થ-કામના ઇચ્છુકે પણ ધર્મ જ કરવો જોઈએ’’ એવો વચનપ્રયોગ કરે છે તો તેઓના દિલનું તાત્પર્ય પણ એ જ માનવું પડે કે એ રીતે પણ ધર્મ કર્તવ્ય છે જ, અકર્તવ્ય નહીં. વળી, ‘અર્થ-કામના ઇચ્છુકે ધર્મ તો ન જ કરાય'' આવું જ જો ગ્રન્થકારોનું તાત્પર્ય હોય તો જુદા જુદા અનેક ગ્રન્થોમાં આવતા અનેક ગ્રન્થાધિકારોમાં ક્યાંક તો સ્પષ્ટ લખેલું મળવું જોઈએ ને કે “અર્થ-કામાભિલાષિણા ધર્મસ્તુ નૈવ કર્તવ્ય:'' (અર્થ-કામના અભિલાષીએ ધર્મ તો ન જ કરાય). આવો એક પણ શાસ્ત્રપાઠ ક્યાંય દૃષ્ટિગોચર થયો નથી તો એવો પ્રચાર શી રીતે કરી શકાય ને એને શાસ્ત્રાનુસારી શી રીતે માની શકાય ? ΟΥ શંકા - વિષાનુષ્ઠાન વગેરેનું નિરૂપણ જ આવા શાસ્રપાઠ રૂપ નથી ? સમાધાન - એ નિરૂપણ પરથી, “તું ધર્મ કરી રહ્યો છે. તો એમાં અર્થકામની ઇચ્છા ન રાખીશ” એ રીતે નિષેધ માની શકાય... પણ, ‘તને અર્થ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106