________________
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ જણાવ્યા જ છે તો શ્રોતા પણ એને અનર્થકર જાણે જ છે. ને તેથી અનર્થકર એવા અર્થ-કામ માટે ધર્મ કરવાની વાત સંભવી જ ન શકે. તેથી જ આ વચનોને મહિમાદર્શક ન માનવા જોઈએ?
ઉ-૧૦ એ ગ્રન્થમાં અર્થ-કામ અનર્થકર છે વગેરે વાતો પછી આવે છે, ને ‘તમે ધનઋદ્ધિને ઇચ્છો છો. તો ગંધપૂજા કરો” વગેરે વચનો પહેલાં આવે છે. એટલે શ્રોતા અર્થ-કામને અનર્થકર માને જ છે. એવું માની ન શકાય. છતાં શ્રોતા અર્થ-કામને અનર્થકર માનનારો છે, એમ માની લઈએ તો તો આ વાક્યોને મહિમાદર્શક પણ માની નહી જ શકાય, કારણ કે આવું વાક્ય ‘ધર્મ કરનારને અર્થ-કામ મળે છે. આ રીતે મહિમા દર્શાવે છે. એમ તમારી માન્યતા છે. એટલે અર્થ-કામને અનર્થકર માનનારા શ્રોતાને તો એમ જ થશે કે ધર્મકરનારને અનર્થકર ચી જ મળે છે. તો આ મહિમા થયો કે નિન્દા ?
પ્ર-૧૧] “અર્થ-કામના ઈચ્છકે પાગ ધર્મ જ કરવો જોઈએ...' આવા શાસ્ત્રવચનો અંગે કેટલાક પંડિતપુરુષો એમ કહે છે કે “આ વચનો અર્થ-કામની ઇચ્છાથી ધર્મ કરવાની પ્રેરણા કરનારા પણ નથી કે મહિમા દર્શાવનારા પણ નથી. કિન્તુ કાર્ય-કારણ ભાવ દર્શાવનારાં છે. એટલે કે, જેમ રાત્રીભોજનથી નરક થાય.. ઝેર ખાવાથી મોત થાય. આવાં વચનો, પ્રેરક કે મહિમાદર્શક નથી, પણ, રાત્રીભોજન એ કારણ છે ને નરક એનું કાર્ય (ફળ) છે. ઝેર એ કારણ છે ને મોત એ કાર્ય છે. આમ કાર્ય-કારણ ભાવ દર્શાવે છે એમ આવાં વચનો પણ, ધર્મ એ કારણ છે અને અર્થ-કામ એ કાર્ય છે. એમ કાર્ય-કારાણભાવ દર્શાવનાર છે.” એટલે “અર્થ-કામના ઇચ્છુકે પણ ધર્મ જ કરવો જોઈએ’ આવા શાસ્ત્રવચનો ધર્મ કરવાની પ્રેરણા કરનારા છે. એમ શી રીતે માની શકાય ? - ૬-૧૧] આવું કહેનારા પંડિતોની પંડિતાઈને ધન્યવાદ ! આ પંડિતોને પૂછવું જોઈએ કે “મોક્ષના ઇચ્છકે ધર્મ જ કરવું જોઈએ” આવા શાસ્ત્રવચનને તેઓ પ્રેરક માને છે કે માત્ર કાર્ય-કારણભાવ દર્શાવનાર ?
શંકા - આમાં પૂછવા જેવું શું છે ? મોક્ષ માટે ધર્મ કરવાની વાત તો પ્રેરણા રૂપ જ હોય ને ..
સમાધાન તો પછી, “અર્થ-કામના ઇચ્છુકે પણ ધર્મ જે કરવો જોઈએ. આવું વચન પાળ એ વચનને સમાન હોવા છતાં એમાં કોઈ એવો વિશેષ ભેદ ન હોવા છતાં) એને પ્રેરક ન માનતા માત્ર કાર્ય-કારાણભાવદર્શક માનવું એવો ભેદ શા માટે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org