________________
૧૦
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ શંકા - મોક્ષની ઇચ્છાથી ધર્મ કરે એને કોઈ નુકશાન થતું ન હોવાથી એની પ્રેરણા હોવામાં કોઈ બાધક નથી. પણ અર્થકામની ઈચ્છા હોય અને ધર્મ કરે તો એનાથી અનર્થ થતો હોવાથી આમ પુરુષો એની પ્રેરણા કરે એ અસંભવિત છે. માટે આવા વચનને માત્ર કાર્ય-કારણભાવદર્શક માનવા આવશ્યક બને છે.
સમાધાન - જો એનાથી અનર્થ થતો હોય તો આવો વચનપ્રયોગ થઈ જ ન શકે. જેમ કે અબ્રહ્મસેવન એ વિષયસુખનું કારણ છે. છતાં, વિશાળ શ્રુતસાગરમાં ક્યાંય પણ, કાર્ય-કારણભાવ દર્શાવવા રૂપે પણ કોઈ પણ શાસ્ત્રકારે વિષયસુખના અર્થીએ અબ્રહ્મસેવન કરવું જોઈએ” આવું કહેલું જોવા મળતું નથી, કારણ કે અબ્રહ્મસેવનથી વિષયસુખ મળતું હોવા છતાં પરિણામે મોટું અનિષ્ટ થાય છે. અને તેમ છતાં જો કોઈ આવો વાક્યપ્રયોગ કરે તો એમનું આપણું જ ન રહે. જેનું પરિણામ મહાઅનર્થ દેખાતું હોય એ કરવું જોઈએ એવું આમપુરુષ કહે જ નહીં એ સ્પષ્ટ છે. એટલે અર્થ-કામનો ઇચ્છુક ધર્મ કરે એનાથી જો પરિણામે અનર્થ થતો હોય તો, કાર્ય-કારણભાવ દર્શાવવા રૂપે પણ આમ એવા શાસ્ત્રકાર એવો વચન પ્રયોગ કરી શકે જ નહીં. પણ આવાં શાસ્ત્રવચનો તો ઠેર ઠેર જોવા મળે છે. માટે જણાય છે કે એ રીતે કરેલો ધર્મ અનર્થકર હોતો નથી. ને એ જો અનર્થકર નથી, તો, “મોક્ષના ઇચ્છુકે ધર્મ જ કરવો જોઈએ' એવા વચનની જેમ ‘અર્થ-કામના ઇચ્છુકે પણ ધર્મ જ કરવો જોઈએ’ એવા વચનને પણ પ્રેરક માનવું જ પડે છે, માત્ર કાર્ય-કારાણભાવદર્શક નહીં. ધર્મ કરનારને અર્થ-કામ મળે છે આવા વચનને કાર્ય-કારાગભાવદર્શક માની શકાય, પણ વિધ્યર્થવાળા ‘અર્થ-કામના ઇચ્છુકે પણ ધર્મ જ કરવો જોઈએ” એવા વચનપ્રયોગને તો પ્રેરક જ માનવું પડે છે.
પ્રિ-૧૨ ‘અર્થ-કામના અભિલાષીએ પણ ધર્મ જ કરવો જોઈએ’ આવા શાસ્ત્રવચનને પ્રેરક તરીકે માની લઈએ તો, એ વાક્ય 'જ' કારવાળું હોવાથી ધર્મ જ કરવાનું વિધાન માનવું પડે. તો શું શાસ્ત્રકાર એવું જણાવવા માગે છે કે તમે દેરાસરમાં બેસી ભકિત જ કર્યા કરો - નવકારવાળી ગણ્યા કરો. વેપારધંધો વગેરે કશું કરવાનું નહીં ..? પણ આવું માની શકાતું નથી, કારણ કે આ રીતે ધર્મ કરનારા પણ પાછા વેપાર-નોકરી વગેરે કરતાં તો હોય જ છે. એટલે અહી ધર્મ જ કરવાનું જે જણાવાય છે તે પ્રભુભક્તિ રૂપ ધર્મ વગેરે નહીં, પણ ધંધામાં નીતિ-પ્રામાણિકતા જાળવવી વગેરે રૂપ ધર્મ જ... ને જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org