Book Title: Tattvanirnaya
Author(s): Abhayshekharsuri
Publisher: Shah Kantilal Chhaganlal

View full book text
Previous | Next

Page 17
________________ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ કામની અભિલાષા છે? તો ધર્મ તો ન જ કરીશ” એવો નિષેધ તો નહીં જ. શંકા - આ બે નિષેધમાં શું ફેર છે ? સમાધાન - પૂર્વે દર્શાવી ગયો તેમ.. “તું પ્રભુસ્મરણ કરી રહ્યો છે, તો એ વખતે ચા પીવી વગેરે અન્ય ક્રિયા ન કરીશ..” એમ કહી શકાય... પણ, તું ચા પી રહ્યો છે? તો એ વખતે પ્રભુનું સ્મરણ ન જ કરીશ” એમ ન કહી શકાય. એટલે અર્થકામાભિલાષિણાપિ ધર્મ એવયતિતવ્ય” આવાં શાસ્ત્રવચનો અર્થ કામના ઇચ્છુકે પણ ધર્મ જ કરવો જોઈએ એવી સ્પષ્ટ પ્રેરણા કરનારાં છે એ નિશ્ચિત થયું. ને તેથી જ્યારે શાસ્ત્રકારોએ જ આવો ઉપદેશ આપ્યો છે ત્યારે, અર્થ-કામની ઇચ્છાથી પણ ધર્મ જ કરવો જોઈએ આમાં વિષાનુષ્ઠાન, નિયાણાનો દોષ, આ ધર્મ ભૂંડો છે, પાપાનુબંધી પુણ્ય બંધાવનારો છે, આ ઉપદેશ અર્થકામના ઉપદેશરૂપ છે, સાધુથી ન આપી શકાય, સાધુના ચોથા ને પાંચમાં મહાવ્રતનો નાશક છે, વગેરે કોઈ વાત ઊભી રહી શકતી નથી, કેમ કે એવું જો હોત તો જ્ઞાની પુરુષો આવો ઉપદેશ આપત જ નહીં. શંકા - અર્થ-કામ તો વિષ જેવા છે. તેથી જેમ ભૂખ્યાને પણ વિષમિશ્રિત દૂધપાક ખાવાની પ્રેરણા ન હોય તેમ અર્થ-કામના ઇચ્છુકને પણ અર્થ-કામ માટે ધર્મ કરવાની પ્રેરણા ન હોય, ને તેથી, જો તમે ધનઝદ્ધિને ઈચ્છો છો તો ગંધપૂજા કરો' વગેરે વચનો ધર્મ કરવાની પ્રેરણા રૂપ નથી, પણ માત્ર મહિમાદર્શક છે. - સમાધાન - વિષમિશ્રિત દૂધપાકનું તો એક જ પરિણામ છે : મોત. માટે એને ખાવાની પ્રેરણા ન જ હોય. જ્યારે અર્થ-કામની ઇચ્છાથી થયેલા ધર્મથી તો લાભ થવાની શક્યતા જ્ઞાનીઓ નિહાળે છે. એ વાત આગળ સ્પષ્ટ થશે. તો એની પ્રેરણા શા માટે ન હોય ? છતાં, એકવાર માની લઈએ કે અર્થ-કામ માટે કરાતો ધર્મ વિષમિશ્રિત દૂધપાક જેવો જ છે, તો પણ આ વચનો મહિમા દર્શાવવા કહેવાયાં છે એવું તો સિદ્ધ થઈ શકશે નહીં, જેમ વિષમિશ્રિત દૂધપાક ખાવાની પ્રેરણા ન હોય તેમ શું ‘વિષમિશ્રિત દૂધપાક ખાવાથી તૃપ્તિ થાય છે વગેરે રૂપે મહિમા પણ દર્શાવાય ખરો ? ‘દૂધપાક ખાવાથી તૃમિ થાય એવું વાક્ય મહિમા દર્શાવી શકે, પણ ‘વિષમિશ્રિત દૂધપાક ખાવાથી તૃમિ થાય એવું વાક્ય નહીં. પ્રિ-૧૦ મનોરમ કથામાં જ આચાર્ય ભગવંતે અર્થ-કામને અનર્થકર પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106