________________
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ
છે. આ બન્ને ઇષ્ટસંપત્તિ મેળવવા નીકળ્યા છે. ગીતાર્થગુરુને જોઈ ગુણાકર નમસ્કારપૂર્વક એનો ઉપાય પૂછે છે. ત્યારે ગુરુએ જવાબ આપ્યો છે : “જેમ ફળનું મુખ્ય કારણ બીજ છે તેમ ધન વગેરેનું મુખ્ય અમોધ-કારણ ધર્મ છે, સાહસ-વ્યાપાર વગેરે તો ધનપ્રાપ્તિનાં સહકારી કારણો છે જેમકે જળસિંચન વગેરે ફળપ્રાપ્તિનાં સહકારી કારણો છે. આ સહકારી કારણો તો ક્યારેક નિષ્ફળ પણ જાય છે.'' વળી આગળ પણ ત્યાં ગુરુએ કહ્યું છે કે “ખરેખર ધન વગેરે રૂપ કાર્યના અર્થીને કારણમાં જ પ્રયત્ન કરવો જોઈએ. જેથી ધન વગેરેના અર્થીએ પણ ધર્મ કરવો જોઈએ... ધનના અર્થી માણસે વિશેષે પ્રકારે સુપાત્રદાનાદિમાં પ્રયત્ન કરવો જોઈએ. કેમ કે ક્યાંય પણ ન આપેલી વસ્તુ મળતી નથી કે ન વાવેલી ચીજ લણી શકાતી નથી.)
આ અને શાસ્ત્રોમાં મળતાં આવા અન્ય અધિકારો પરથી, કેટલાક દ્વારા ઊઠાવાતી શંકાઓને રદિયો મળી રહે છે.
* સાધુભગવંતોએ અર્થ-કામને અનર્થંકર તરીકે જાણીને તો એનો ત્યાગ કર્યો છે, માટે કોઈ અર્થ-કામનો ઉપાય પૂછવા આવે તો એ વખતે ‘“સાધુઓએ, આ ઉપાય અમને ન પૂછાય એવું જણાવવું જોઈએ,” અથવા “મૌન રહેવું જોઈએ’’અથવા ‘‘એ ઉપાય તરીકે ધર્મ તો ન જ દર્શાવાય'' વગેરે વાતો ઊભી રહી શકતી નથી.
* વિશિષ્ટ યોગ્યતા જાણી હોય તો જ તેવી વ્યક્તિને અર્થ-કામના ઉપાય તરીકે ધર્મ દર્શાવી શકાય એવું પણ કેટલાકો જે કહે છે તે બરાબર નથી, કારણ કે અહી ગીતાર્થગુરુએ ગુણાકર અને ગુણધર એ બન્નેને ઉપાય તરીકે ધર્મની વાત કરી છે, જેમાં ગુણધરની ભૂમિકા જણાવવા માટે ગ્રન્થકારે તુચ્છવૃત્તિવાળો-નામથી જ ગુણધર વગેરે શબ્દો વાપર્યા છે.
૫
“આ રીતે ધનવગેરેના ઉપાય તરીકે ધર્મ દર્શાવવાની વાત વ્યક્તિગત કરી શકાય, પણ સભાસમક્ષ ન કરી શકાય'' એવું પણ કેટલાક વિદ્વાનો જે માને છે તે અનુચિત છે, કારણ કે મનોરમા કથાના અધિકારમાં આચાર્ય શ્રીપ્રિયંકરસૂરિ
१. धर्मो धनादेर्व्यभिचारवन्ध्यो बीजं फलस्येव हि मुख्यहेतुः ।
उपक्रमाद्याः सहकारिणोऽम्भः सेकादिवत्ते व्यभिचारिणोऽपि ॥
२. कार्यार्थिना हि खलु कारणमेषणीयं धर्मो विधेय इति तत्त्वविदो वदन्ति ॥ विशिष्य पात्रदानादौ यतनीयं धनार्थिना । नादत्तं लभ्यते कापि, नानुप्तमपि लूयते ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org