________________
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ કોઈ પૂછે તો તમે સામાન્યથી “ના” જ પાડવાના કે “ના, ધર્મ અર્થ-કામ માટે ન કરાય.” તો “અર્થ-કામ માટે શું કરવું ?” એવા પ્રશ્નના ઉત્તરમાં, “અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો એવું તમે શી રીતે કહી શકો ?
ઉ-૬ જેવી રીતે પ્રશ્ન ઊડ્યો હોય એ રીતે જવાબ અપાતો હોય છે. એમાં ક્યારેક સાવ વિરોધ જેવું દેખાતું હોવા છતાં વાસ્તવિક વિરોધ હોતો નથી. જેમકે કોઈ એમ પૂછે કે, પ્રભુનું નામસ્મરણ કરતાં કરતાં ચા પીવાય?' તો જવાબમાં
ના” જ કહેવી પડે. પણ જો કોઈ એમ પૂછે કે ચા પીતાં પીતાં પ્રભુનું નામસ્મરણ કરાય ?' તો જવાબમાં ‘હા’ જ પાડવી પડે. બીજુ દષ્ટાન્ત : ઉપધાન કરનારે રાત્રીભોજન કરાય?' આ રીતે પ્રશ્ન ઉઠાવાય તો જવાબ “ના” માં જ આવે. પણ, “રાત્રીભોજન કરનારો ઉપધાન કરી શકે ? આ રીતે પ્રશ્ન ઊઠાવાયો હોય તો જવાબ 'હા'માં જ આપવો પડે. આમા ના” ને “હા” પરસ્પર સાવ વિરોધી હોવા છતાં જેમ વિરોધ નથી, એમ પ્રસ્તુતમાં જાણવું. “ધર્મ અર્થ-કામ માટે કરાય ?''એમ પૂછાય તો જવાબ “નામાં આવે, પણ, અર્થ-કામ માટે પણ ધર્મ જ કરાય ?' એમ પ્રશ્ન આવે ત્યારે જવાબ “હા” માં જ આવે.
ધર્મ શા માટે કરવો ?' આવા સંભવિત પ્રશ્નમાં ધર્મનું પ્રયોજન પૂછાઈ રહ્યું છે ને તેથી ગીતાર્થ ગુરુ, મોક્ષ કે જે એનું શ્રેષ્ઠ પ્રયોજન છે એ જ શા માટે ન બતાવે? અર્થ-કામ જેવું તુચ્છ પ્રયોજન શા માટે ન નકારે ? (જેમકે કોઇ ભાવિક રોજ જિનપૂજા કરે છે કે કરવાની ભાવનાવાળો થયો છે ને ગીતાર્થ ગુરુને પૂછવા આવ્યો છે કે : “ગુરુદેવ! મારે જિનપૂજા શા માટે કરવી ?' તો ગુરુદેવ એને દોષનાશ-કર્મનિર્જર-ગુણપ્રાપ્તિ-મોક્ષનું જ ઊંચામાં ઊંચું પ્રયોજન જ બતાવે ને, “તારે જિનપૂજા કરવી છે ? તો તું, અર્થ-કામ માટે કર” એમ શા માટે અર્થ-કામનું તુચ્છ પ્રયોજન બતાવે ?) -
પણ જ્યારે અર્થ-કામ માટે શું કરવું ?' આ રીતે પ્રશ્ન પૂછાઈ રહ્યો છે ત્યારે ધર્મનું પ્રયોજન નથી પૂછાઈ રહ્યું, કિન્તુ અર્થ-કામનો ઉપાય પૂછાઈ રહ્યો છે, ને તેથી ગીતાર્થ ગુરુ અર્થ-કામના નિરવધ-અમોઘ ઉપાય સ્વરૂપ ધર્મને શા માટે ન બતાવે ? કે જે ધર્મ આચરણ દ્વારા પણ સામા જીવને મોક્ષમાર્ગ પર ચડાવવાની-પ્રગતિ કરાવવાની શક્યતા છે. (શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રના અર્થદીપિકા નામના વિવરણમાં બે મિત્રોની વાત આવે છે. એક મિત્ર ગુણાકર” એવા યથાર્થ નામવાળો છે, જ્યારે બીજો ‘ગુણધર’ એવું નામ ધરાવે છે, બાકી તુચ્છવૃત્તિવાળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org