________________
શ્રી અર્જુ નમઃ
શ્રી પ્રેમ-ભુવનભાનુ-ધર્મજિત-જયશેખરસૂરીશેભ્યો નમઃ ૐ નમઃ
()તúનિર્ણય
પ્ર-૧ શ્રી તીર્થંકરદેવોએ ધર્મશાસનની સ્થાપના શા માટે કરી છે ? ૬-૧] શ્રી તીર્થંકરદેવોએ આ સંસારને દુઃખમય, દુઃખલક (પરિણામે પણ દુઃખ આપનાર) અને દુઃખાનુબંધી (દુઃખોની પરંપરા ચલાવનાર) જણાવ્યો છે. જેમ અગ્નિ શ્રીમંત કે ગરીબ, નિરોગી કે રોગી, વિદ્વાન કે મૂર્ખ... બધાને દઝાડે છે. એમ સંસાર પણ શ્રીમંત વગેરે દરેક માટે દુઃખદાયી જ છે. જીવોને દુઃખમુક્ત કરવાનો તથા અનંતસુખનો ભોક્તા બનાવવાનો એક માત્ર ઉપાય તેઓને મોક્ષમાં પહોંચાડવાનો એ તારકજીવોના જ્ઞાનમાં ભાસ્યો. ને તેથી ‘સવિ જીવ કરું શાસનરસી’ ની ભાવનાના પ્રકર્ષ દ્વારા જિનનામકર્મ ઉપાર્જન કર્યું, ચરમભવમાં સાધના દ્વારા કેવલજ્ઞાન પામી તીર્થની સ્થાપના કરી. એટલે પ્રભુએ તીર્થસ્થાપના જીવોને મોક્ષમાં પહોંચાડવા માટે જ કરી છે ને એ માટે જ ઉપદેશ આપ્યો છે એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. આમે ય જીવો અનાદિકાળથી અર્થકામ માટે તો વગર ઉપદેશે પણ ઉઘમ કરતા જ આવ્યા છે. એ માટે કોઈ ઉપદેશની જરૂર છે જ નહિ. તેથી પ્રભુએ ધર્મનો ઉપદેશ મોક્ષ માટે જ આપ્યો છે ને તેથી ‘ધર્મ શા માટે કરવાનો ?' એ પ્રશ્નના ઉત્તરમાં “ધર્મ મોક્ષ માટે જ કરવો જોઈએ’’ આવું કહેવામાં કશી શંકા કરવાનું રહેતું નથી.
પ્ર-૨ “ધર્મ મોક્ષ માટે જ કરવો જોઈએ” આવું ‘જ’ કાર સહિત તમે જે કહો છો તો ‘‘ધર્મ સંસાર માટે ય કરાય'', ‘“ધર્મ અર્થ-કામ માટે પણ કરાય'' આવું બધું પણ તમે જે કહો છો તેનો વિરોધ નહીં થાય ?
ય
ઉ-૨] જુઓ ‘ધર્મ સંસાર માટે ય કરાય'' ‘ધર્મ અર્થ-કામ માટે ય કરાય'' ‘“અર્થ-કામ માટે જ ધર્મ કરવો'' “ધર્મ અર્થ-કામ માટે જ કરવો''આવું બધું નિરૂપણ અમે કરતાં જ નથી. અમારા વાસ્તવિક નિરૂપણમાં કોઈ દોષ કાઢી શકાતો ન હોવાથી, અમે જે નિરૂપણ કરતાં નથી એવું નિરૂપણ અમારા નામે ચઢાવી, ‘“લ્યો ! આ લોકો તો ધરમને સંસાર માટે કરવાનું કહે છે'’વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org