________________
નિમગ્ન પ્રેમથી વંચિત પતિવિરહીતે છાતી કુટી ઈર્ષાથી મરણ પામી મૃગલી થાય છે. અને રાજાનું નામ સાંભળતાંજ તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ પરથી રાજાને પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવા તથા ધર્મશ્રવણ માટે આતુર દેખી ગુરૂદેવ તેને ધર્મનું સ્વરૂપ વિસ્તારથી સંભળાવે છે. સમ્યક્ત્વના ભેદ વિસ્તારથી કહી ગૃહીધર્મથી માંડી ઠેઠ સંલેખના પર્યત ગૃહિધર્મ સંભળાવે છે. સંખનાનું ઉત્કૃષ્ટ સ્વરૂપ સમજાવે છે. તથા જઘન્ય સંખના પણ જણાવે છે. આ સાંભળી રાજા, મલયચંદ્ર તથા મૃગલી સમ્યકત્વ સહિત દેશવિરતિ ધર્મને સ્વીકાર કરે છે. મૃગલી કાળ કરી સૌધર્મ દેવલોકમાં જશે.
રાજા તથા મલયચંદ્ર પાછી સ્વસ્થને આવે છે ને મલયચંદ્ર વ્યાર્ષિપ્રસ્ત થતાં અનશન વૃત ધારણ કરવા આજ્ઞા આપવા રાજને વિનવે છે. પ્રણ રાજા વૈદોની સારવાર કરવા જણાવે છે. એવામાં સુભાગ્યે તેજ સમયે ચારણ મુનિ આકાશેથી ઉતરી ત્યાં આવે છે. ને તેમને મલયચંદ્ર પાસે લઈ જવામાં આવે છે. ત્યાં મલયચંદ્રને મુનિ ધર્મોપદેશ દઈ અનશન વ્રત આપે છે ને વિશુદ્ધપણે નિરતિચાર પાળી સમાધિપૂર્વક કાળ કરી તે બ્રહ્મલેકમાં જાય છે.
રાજા શક પરિપૂરિત થતાં મુનિ તેને સંસારની અનિત્યતા સમજાવી શોક દૂર કરાવી ધર્મમાર્ગે વાળી ભવ્યજનોને પ્રતિબંધ આપી અન્યત્ર વિહાર કરી જાય છે.
અહિં રાજાને એક દુઃસ્વપ્ન આવે છે ને તેનું ફળ સ્વપ્ન પાઠકને પુછતાં તેઓ આ ગૂઢ સ્વનનો અર્થ ન કરી શકવાથી અકસ્માત આવી ચઢેલા સમયસાગરસૂરિને પુછતાં તેના ફળને તેઓ જણાવે છે કે તે રાજા કાળધર્મ પામી નિબંધ સ્થાનમાં જશે. આથી રાજા સમય ઓળખી ગુરૂ પાસે દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી અલ્પ સમયમાંજ અચળ અને સર્વદા નિર્ભય એવા મોક્ષપદને પામે છે. ઈચ્છાનો ત્યાગ કરી જે પ્રાણી અનશન વ્રત ગ્રહણ કરે છે તે જીવ તેજ ભવમાં યાતે છેવટે પ્રાયે ત્રીજે ભવે સિદ્ધ થાય છે. આ કથા ઘણાજ અર્થભાવને ધારણ કરવાવાળી છે આદરણીય છે. .
ગ્રંથકાર હવે શ્રી સુપાર્શ્વપ્રભુના નિર્વાણવર્ણનને વર્ણવતાં વર્ણવતાં જાણે પરિશ્રમિત થયા હોય તેમ લાગે છે.
પ્રભુ દાનવીર્ય રાજાને કહે છે કે હે રાજન ! સમ્યકત્વ સહિત બાર