Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 9
________________ 'આજનો યુગધર્મ ગાંધીજીને એક વાર કોઈએ પૂછ્યું કે તમારી અને જવાહરલાલ નહેરુ વચ્ચે શો ફરક છે ? ત્યારે ગાંધીજીએ ચોદ્ધક જવાબ આપેલો. એમણે કહ્યું : જવાહર એમ : ઈચ્છે છે કે અંગ્રેજો હિંદુસ્તાનમાંથી જાય, પણ એમની અંગ્રેજિયત અહીં રહે, જ્યારે હું એમ કહું છું કે અંગ્રેજોને રહેવું હોય તો ભલે અહીં આપણા મહેમાન બનીને રહે, પણ અંગ્રેસિયત તો હિંદુસ્તાનમાંથી જવી જ જોઈએ.’ | પહેલી નજરે કદાચ સામાન્ય લાગતો આ ફરક ખરેખર તો પાયાનો ફરક છે. અને એ ફરકે જ આપણને આજની અત્યંત વિષમ ને દયનીય સ્થિતિમાં લાવી મૂક્યા છે. દેશ આઝાદે થયો અને ગાંધી-ચીંધી દિશામાં જવાને બદલે નહેરુ દોર્યો સાવ ઊલટી દિશામાં ઘસડાતો ગયો. પરિણામે, અંગ્રેજી ગયા પણ અંગ્રેજિયત તો અહીં રહી જ ગઈ, બધે વધારે ને વધારે ફૂલતી-ફાલતી ગઈ, અહીં ઘર કરી ગઈ. આજે રાજકીય દષ્ટિએ ગુલામી ભલે ગઈ હોય, પણ વૈચારિક દષ્ટિએ ને સાંસ્કૃતિક દષ્ટિએ તો આપણે. :.. વધુને વધુ ગુલામ બની ગયા છીએ અને વધુ ને વધુ ગુલામ બનતા જઈએ છીએ. કારણ કે આપણે અંગ્રેજયતથી, અંગ્રેજોની ને પશ્ચિમના દેશોની સભ્યતાથી અંજાઈ - ગયા છીએ. એ સભ્યતા જ આપણા દિમાગ ઉપર, આપણા આચાર-વિચાર ઉપર, આપણી રહેણીકરણી ઉપર, આપણી અર્થવ્યવસ્થા ઉપર, આપણાં આદર્શો બે અરમાનો ઉપર સવાર થઈ ગઈ છે. એનું જ શાસન ચારે કોર ચાલી રહ્યું છે. એટલે ખરું ? જોતાં હજીયે આપણે સ્વતંત્ર નહીં, ગુલામ જ છીએ. ગાંધીજી માત્ર અંગ્રેજોના જ * નહીં, આવી અંગ્રેજયતના સામ્રાજ્યમાંથીયે આપણને છોડાવવા માગતા હતા. - આ સામ્રાજ્ય ઘણું સૂક્ષ્મ છે. તે પોતાની આણ શસ્ત્રોથી નહીં, વિચારસરણીથી ફેલાવી રહ્યું છે. એ એક ભૌતિકવાદી વિચારસરણી છે. ભોગવાદને અમર્યાદ બહેકાવતા રહેવામાં જ સુખ છે, એમ તે માને છે. ગળાકાપ હરીફાઈને તેણે પ્રગતિનું સૌથી મોટું ચાલકબળ માન્યું છે. પૈસો તેનો પરમેશ્વર છે. પ્રકૃતિને લૂંટાય તેટલી લૂંટવી અને પ્રકૃતિના ધણિયામા બનવું તે એનું ધ્યેય છે. આવી વિચારસરણી છે કારણે એક એવી સભ્યતા ઉભી થઈ છે, જેનું સ્વરૂપ વધુ ને વધુ આરારી, અમાનુષી અને અકલ્યાણકારી બનતું જાય છે. આજે આપણી સામેનો સૌથી મોટો પડકાર કોઈ હોય, તો તે આ છે. આ એક ફિલસૂફીનો પડકાર છે. વિકૃત વિચારસરણીનો પડકાર છે. તે વિસરણીના દોય ને અપૂરો બતાવીને તેમજ તેની સામે તેનાથી ચઢિયાતી બીજી સમયુક્ત :ચારસરણી રજૂ કરીને જ આ પડકારનો સામનો થઈ શકશે. અનેક ૯િી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 104