Book Title: Sunjo re Bhai Sad Author(s): Hitruchivijay Publisher: Viniyog Parivar View full book textPage 8
________________ જેમ જેમ હુંડા અવસર્પિણીકાળ આગળને આગળ ધપતો જાય તેમ તેમ ધર્મીજનને સાચા ધર્મી બની રહેવામાં ઘણા પ્રતિકૂળ પ્રવાહોનો સામનો કરવો પડે છે. કંઈપણ નવું સામે આવે તો તેને આવકારતાં, અપનાવતાં, યોલવું પડે, વિચારવું પડે, ચકાસવું પડે. નહીં તો ઊજળા લેબલ નીચે સડેલો માલ આવી જાય. લેવાને બદલે દેવાના થઈ જાય. આવું ન થઈ જાય તે માટેની સમજણ અને આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ, શું કરી શકાય ! એ પ્રશ્નોનો ઉત્તર અહીં મળે છે. સુગમ રૌલીમાં, સરળ રીતે સમજણ મળે છે. ચોગરદમ વહેતા પ્રવાહથી નરાતાળ જુદો જ સાદ અહીં સાંભળવા મળે છે. નાના-મોટા-જાડા-ઝીણા ધર્મના, રાષ્ટ્રના, જ્ઞાતિના પ્રશ્નોને ઉકેલવાની મથામણ મળે છે. આ પુસ્તકના વિચારો સાથે તમે સંમત ન હો તો પણ આને પૂર્વાગ્રહમુક્ત થઈને વાંચજો. ઉતાવળો અભિપ્રાય બાંધી ઉવેખશો નહિ. આમાં મણ સત્ય છુપાયેલું છે તેવી શ્રદ્ધા સાથે આ લેખો પાસે જશો તો જરૂર તમારા વિચારોનું નવું પરિમાણ પ્રાપ્ત થરો. આ લેખોના લેખક ભાઈશ્રી અતુલ (વર્તમાનમાં મુનિ હિતરુચિવિજયજી)ને માટે, આપણે ત્યાં જેમ ગર્ભશ્રીમંત રાબ્દ છે તેમ મને ગર્ભશ્રાદ્ધ રાબ્દ બંધબેસતો લાગે છે, શાસ્ત્રમાં મળે છે. તેઓનો જન્મ જ જાણે આ કાર્ય માટે ન થયો હોય ! તેઓ અવળે રસ્તે આગળ વધી ગયેલાને, અટવાઈ ગયેલાને, એક ભોમિયાની જેમ પ્રેમાળ સાદ કરે છે. ઠપકો આપવાને બદલે, હૂંફાળો હાય લંબાવે છે. અતીતનો અફ્સોસ કરવાને બદલે વર્તમાનને સાચા રસ્તે વાળવા આહ્વાન કરે છે. આપણે એ નરવા, ગરવા સાદને સાંભળવાનો છે. સાંભળીને, મૂળગૃહે પહોંચાડનાર મૂળ માર્ગે મક્કમ ડગ માંડવાના છે. અને એ ડગલાં માંડતી વખતે મકરંદ દવેની પેલી પંક્તિ હૈયે અને હોઠે રમતી રાખવાની છેઃ ‘“મન હો મારા સહુ દોડે ત્યાં એકલું થોભી જા.'' થોભવામાં કશું ગુમાવવાનું નથી પણ ગુમાવેલું પાછું મેળવવાનું છે. આવા સુંદર વિચારો પણ દોષદષ્ટિવાળા અને દૃષ્ટિદોષવાળા જીવોને નહીં રુચે તેવું પણ બને પણ તેથી શું ! વાચકો સ્વયં નિરક્ષીર વિવેક દૃષ્ટિથી આને આધારે શુભ વિચારોનો આદર કરે અને દૂષિત વિચારોનો પરિહાર કરે. પ્રાન્તે. લેખકની લેખિનીમાં સદ્ધર્મ પ્રત્યેના જીવંત અનુરાગના સાતત્યનો જે રણકાર સંભળાય છે તે રણકાર આપણો બને એ જ અપેક્ષા સાથે... ભા..૧૧, ૨૦૪૭ જગદ્ગુરુ હીરસૂરિજી મહારાજ સ્વર્ગવાસ તિયિ, રાજકોટ. [૮] Jain Education International For Personal & Private Use Only પં. પ્રદ્યુમ્ન વિજયગણિ www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 104