Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 6
________________ સોથી વધુ અહિંસક ગણાતો દેશ ગુજરાત આજે હિંસા ભણી જે વેગથી દોટ મૂકી રહ્યો છે, એ જોતાં ચિંતિત જ નહિ, કડક બની જઈને સરકારના કાન પકડવાનું મન થાય એવું છે. રાજ્યાશ્રયે હિંસાને આજના જેવું ઉત્તેજન છે ક્યારેય મળવા પામ્યું ન હતું. એ ઉત્તેજનને તોડી પાડવા સરકારના કાન પકડનારું પરાક્રમ જગાડવું જ રહ્યું. નહિ તો ગુજરાતનું જે એક આગવું ગૌરવ આજે પણ અખંડિત છે, એ ગૌરવ ગાયબ થઈ ગયા વિના નહિ રહે ? જે દેશમાં ઘી-દૂધની નદીઓ વહેતી હતી અને તેલ-ગોળના ભોગવટાના અધિકારી તો જોડા અને ઘોડાજ ગણાતા માટે જ એવી કહેવત પ્રચલિત બની હતી કે, તેલ ખાય જોડા અને ગોળ ખાય ઘોડા! આ દેશમાં આજે ઘી-દૂધ તો ઠીક, પાણીની પણ તંગી વરતાવા માંડી છે અને તેલ તો એવા ખેલ ખેલી રહ્યું છે કે, જેને જોતાં જોતાં જ તેલ નીકળી જાય! તેલના આ ખેલનો ઉકેલ જો કોઈની પાસે હોય, તો તે ભારતીય જીવન-વ્યવસ્થાની પાસે જ છે. જે બંધોને આજે વિકાસના દ્વાર ગણીને અવનવા નામે બિરદાવવામાં આવે છે, એ ‘બંધ’ સાચી રીતે જોઈએ, તો વિકાસને બંધ કરીને વિનાશને ખેંચી લાવતી તબાહી જ છે. પણ આજે દેશની આંખ બંધ જ નહિ, અંધ બની ગઈ છે. એથી એક દિવસમાં જેની પાછળ કરોડો રૂપિયા હોમાઈ જતા હોય એવી ‘નર્મદા બંધ’ જેવી યોજનાઓ પ્રજાના સાચા વિરોધની ગળચી દબાવી દઈનેય આગળ વધારાઈ રહી છે. બંધ એટલે શું ? રોજરોજ મફતમાં રોકડા મળતા પાણીને, વર્ષો બાદ પૈસાથી ઉધારે આપવાના વાયદા એટલે જ આજના બંધો ! આવા બંધોના કારણે જ આપણી સંસ્કૃતિનો વિકાસ બંધ થઈ ગયો છે. એથી જ ભણેલા નહિ, છતાં ગણેલા ગામડિયા લોકો બંધોના વિરોધમાં જે નારા પોકારે છે, એ ખૂબ જ સચોટ છે કે, અમારી રોકડી નદીઓ અમને પાછી આપો, તમારા ઉધાર બંધો અમારે જોઈતા નથી ! શાસકોની આંખ બંધ જ નહિ, અંધ પણ બની ગઈ છે. એની સચોટ પ્રતીતિ કરાવતી નર્મદા બંધ જેવી યોજનાની ભયંકરતા સરકાર ઉપરાંત સમાજે અને સંસ્થાઓએ પણ સમજવી રહી. કેમ કે.ટીપે ટીપે જેમ સરોવર ભરાતું હોય છે, એમ આવી યોજનાઓ પણ સમાજના જનજન તરફથી મળતા સહકારના સરવાળાને પાયો બનાવીને જ આગળ વધતી હોય છે. આજની ઘણી ઘણી ફરિયાદ’ ફરી યાદ પણ ન આવે, એવી મૂળગામી રીતે દૂર કરવી હોય, તો આ સાદના નાદને સાંભળવો, સત્કારવો અને સાકાર કરવો જ રહ્યો ! જે ધ્યેયને નજર સમક્ષ રાખીને “સુણજો રે ભાઈ સાદ” નું લેખન-સંકલન-પ્રકાશન કરાયું છે, એ ધ્યેયને સિદ્ધ કરવાના સંકલ્પ સાથે આ સાદ જો ઝીલવામાં આવે, તો જેની સુરક્ષા કાજે આ સાદ નાખવામાં આવ્યો છે, એ સંસ્કૃતિનું સંગીત વિકૃતિના વાતાવરણને વિખેરી દઈને પુનઃ ગુંજી ઉઠ્યા વિના નહિ જ રહે ! આવા વિશ્વાસ સાથે આ ‘સાદનું પુનઃસ્વાગત ! શ્રાવણ વદ અષ્ટમી, વિ.સં.૨૫૧૮ * પાલીતાણા આચાર્ય વિજયપૂર્ણચન્દ્રસૂરિ Jain Education International For Personal & Private Use Only www.jalnelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 104