Book Title: Sunjo re Bhai Sad Author(s): Hitruchivijay Publisher: Viniyog Parivar View full book textPage 5
________________ સુણવા જેવો સાદ સંસ્કૃતિનો , મુનિરાજ શ્રી હિતરુચિવિજયજીના નામે આજે જેનો/અજેનોમાં ખૂબ જ આદરમાન ધરાવતું વ્યક્તિત્વ જ્યારે અતુલ શાહ તરીકે પ્રખ્યાત બનતું જતું હતું, અને એમનાં અંતરમાં જે મનોમંથન/ચિંતન ચાલતું હતું, એ ઘણાં વર્તમાનપત્રો, માસિકો અને ...... વક્તવ્યો દ્વારા અવારનવાર બહાર પડતું અને બહાર પડતાંની સાથે જ એ સામી વ્યક્તિને વિચારમગ્ન બનાવી દેતું એ ચિંતન જ “સુણજો રે ભાઈ સાદ’ના સાર્થક નામે પ્રકાશિત થઈ રહ્યું હોય, ત્યારે કોણ આનંદ ન અનુભવે ? સંસ્કૃતિની ખળખળ વહેતી એ સરવાણી એવી તો પાણીદાર હતી કે, ગમે તેવા તડકા/ભડકા એના એક બુંદને પણ શોષવા, સૂક્વવા સમર્થ ન હતા. યુગોના યુગોથી વહેતાં પાણીના વહેણમાંથી. એવું તો સંસ્કૃતિ-સંગીત રેલાતું હતું કે, ભલભલાને એ સંગીત માણવાનું મન થઈ જાય ! પણ અંગ્રેજો આ દેશમાં આવ્યા અને ગયા, આ વચગાળામાં એવી એક ફૂટનીતિ-વિકૃતિની જાળ બિછાવી ગયા છે, ધીમે ધીમે સંસ્કૃતિની એ સરવાણીનું સંગીત પીણું પડ્યું. પછી ધીરે ધીરે એ સંસ્કૃતિને જ વિકૃતિના ” વહેણમાં અભડાવીને આગળ વહેવડાવવાનો પ્રયાસ થયો અને ગૌરવભરી એ ગઈકાલ પછી તો એવી તારાજ- આજ ઊગી ચૂકી છે કે, એ ગઈકાલને હવે ધોળે દહાડે દીવો : લઈને શોધવા નીકળવું પડે એમ છે. આવી કટોકટીની કપરી પળે મા ‘સાદનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે. એથી એનું કંઈક સિંહાવલોકન કરીએ. - આપણી પાસે માત્ર સમદ્ધ જ નહિ, પરંતુ વૈવિધ્યથી પણ સંપૂર્ણ વારસો છે. પણ આપણને એનો ગર્વ નથી. ઉપરથી આપણે ભાડૂતી વારસો, વૈભવ મેળવવા દરિદ્રનારાયણ દેશોની કાકલૂદી કરીએ છીએ. આજે “પર્યાવરણ” નો પવન વાઈ રહ્યો છે. માટે પર્યાવરણની સુરક્ષા કરવી હોય તો પણ માંસાહાર છોડીને અન્નાહારને અપનાવવો જોઈએ. પર્યાવરણની સુરક્ષા માટે પણ અપનાવવા જેવી જો કોઈ સંસ્કૃતિ હોય, તો તે ભારતીય સંસ્કૃતિ છે. ફર્ટિલાઈઝરનું આક્રમણ નહિ ખાળવામાં આવે, તો અનાજ-પાણી અને કુલ-ફળ થોડાં જ વર્ષોમાં રસ-કસ ગુમાવી બેસશે. કદથી એ કદાચ કામણગારાં લાગશે, પણ શરીરને પુષ્ટિ આપવામાં એ મદદગાર નહિ બની શકે. જેની જાહેરાતો ખૂબ જ છેતરામણી હોય છે એવાં બેબીકુડ, જંતુનાશક દવાઓ, પોસ્ટ્રીકથી જો આપણે પેતરાં નહિ. તો વિકાસના નામે એના વિનાશને જ આપણે હાથે કરીને ઉછેરી છે, જેના વિપક છે આપણે જ આપણું અસ્તિત્વ ખોઈ બેસીશું. ]િ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 104