Book Title: Sunjo re Bhai Sad Author(s): Hitruchivijay Publisher: Viniyog Parivar View full book textPage 4
________________ આંકડાકીય માહિતીઓ તથા અર્વાચીન અને પ્રાચીન સંદર્ભો સતત લિપિબદ્ધ થતા હોય એવું આ લેખો વાંચનારને જણાયા કરશે. પોતાને દરેક વિષયનો રસ અને દરેક વિષયનો તલસ્પર્શી અભ્યાસ કરવાની ટેવ હોવાને કારણે વિશાળ પરિપ્રેક્ષ્યમાં તે તે વિષયની અર્થઘટના તેઓ કરી શકે છે. વાચકવર્ગની ક્ષમતા અને રુચિને ધ્યાનમાં રાખી, હિતકારી વM કેટલું ઉપાદેય બનશે તેનો વિચાર કરી રજૂઆત કરવામાં તેઓ એક્કા છે. સરળ વાતને કેવળ વિદ્રોગ્ય ભાષામાં કહેવામાં કે સીધીસાદી ભાષામાં કઠિન વાતની રજૂઆત કરવામાં કહી શકાય કે તેમનો કોઈ જવાબ નથી. વિશ્વમાં એક જ વસ્તુ-બાબતમાં જુદી જુદી માન્યતાવાળા લોકો હોવા છતાં તે પદાર્થ બદલાતો નથી. અથવા તો નામભેદે અર્થભેદ થતો નથી. આ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને યથાર્થ વસ્તુની મુલવણી હિતકારી રીતે કરવામાં આવે તો ઘણાના હિતનું કારણ બની શકે. ઉપરચોટિયા ને ભોગવાદી વિચારકો (!)ની પ્રચુરતાના આ યુગમાં મૂલગામી ને સર્વાગી વિચારધારાની સાક્ષાત્ મૂર્તિ સમા આ યુવાદાને જોઈ કયા સહૃદયનું હૈયું નૃત્ય ન કરે ? પોતાના કુટુંબમાં, આડોશમાં, પાડોશમાં કે મિત્રોમાંયે આવો વિચારક શોધ્યો ન જડે તેવા સંયોગોમાં અને આકાશમાં. આમ-તેમ ઊડવાની યુવાન વય હોય ત્યારે જાગતિક ચિંતાઓનો ભાર લઈ મૂળને પકડવા મંડ્યા રહેવું એને એક સુખદ આશ્ચર્ય જ ગણવું પડે. ' લેખશ્રીએ પોતાની જૈન, આર્ય, મહાજન અને જન તરીકેની ફરજને અનુલક્ષીને ખૂબ ચાવી-ચાવીને જુદા જુદા સમયે લખાયેલા લેખો દ્વારા આ પુસ્તકમાં પીરસ્યું છે. આપણે સહુ પીરસેલી વાનગીને ભરપેટ આરોગીએ અને જમાનાવાદના અતિ ભયાનક રોગને દૂર ભગાડીએ. નવસારી, અક્ષય તૃતીયા, વિ.સં. ૨૦૪૮ અમૃત રામ Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 104