Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 3
________________ સંપાદન વેળાની સંવેદના માનવજાતના પૂરાણા ઈતિહાસમાં નહીં સર્જાઈ હોય એવી ભયાનક ઉથલપાથલ છેલ્લા સો-બસો વર્ષના ટૂંકાગાળામાં સર્જાઈ છે. સંખ્યાતીત વર્ષોથી ચાલી આવતી સાત્તિમય અને અલ્પતમ પાપવાળી જીવનવ્યવસ્થાને ઉખેડીને ફેંકી દેવાઈ છે. એ જીવનવ્યવસ્થાને ઉખેડીને ફેંકી દેવાના હાથા બન્યાં છે આધુનિક કેળવણી, વિજ્ઞાનવાદ અને યંત્રવાદ. પરિણામે સર્જાયાં છે નાસ્તિકતા અને અનાચાર, બેકારી અને બીમારી, ગરીબી અને મોંઘવારી અને આવું તો કંઈ કેટલુંયે ! અને જો આમ જ ચાલ્યા કરો તો આવતીકાલ અતિભયાનક બન્યા વિના રહેરો નહિ. આ વાતની સમજ-પોતાના ઢસરડાઓમાંથી ઊંચી ન આવી શકતી-ભોળી પ્રજાને તો આવી શકે તેમ જ નથી. પણ દીર્ધદષ્ટિવાળા મહાનુભાવો પોતાની સંજયદષ્ટિથી કળી શકે તેમ છે. એ દીર્ધદષ્ટામહાનુભાવોની એક નૈતિક જવાબદારી પણ છે કે તત્કાલીન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવના હિતાહિતનું સંપૂર્ણ આકલન કરવું અને માર્ગાનુસારીપણાથી લઈને શેલેશી-કરણ સુધીના પોતપોતાની ભૂમિકા મુજબ સાધના કરતા-સાધકોને માટે સાનુકૂળ વાતાવરણ-પર્યાવરણ (પરિ આવરણ) સરજવું. * સંવેદનશીલ ચિંતકો કેવળ ચિંતન કરતા રહી નિષ્ક્રિય રહે તો પૃથ્વીને રસાતાળ જતાં વાર ન લાગે. પરંતુ યથાર્યદષ્ટિપૂર્વક પરહિતમાં પ્રવૃત્ત એવા ભગવદ્ભાવને પામેલા પુણ્યપુરુષોથી લઈને સર્જન કક્ષાની વ્યક્તિઓએ આજ સુધી પોતાની કરૂણાશીલ પ્રકૃતિથી નૈતિક ઉત્તરદાયિત્વ સમજીને સમયે સમયે આ પંરતી ઉપર ઉગતા સ્વચ્છેદાચારને ડામી દીધેલો જણાય છે. કંઈક એવા જ કરુણાસભર સંવેદનશીલ દિલ અને દૂરંદેશી દિમાગના માલિક એવા શ્રી અતુલ શાહના બહુમુખી વ્યક્તિત્વ અને નૈતિક ઉત્તરદાયિત્વનું એક પાસું છે આ પુસ્તક. તેઓલીના લેખનમાં સાતત્ય, સાહિત્યપરકતા, માર્મિતા, વેધકતા, તર્કબદ્ધતા વગેરે લક્ષણો આંખે ઊડીને વળગે તેવાં છે. તેમનો એક એક રાષ્ટ સ્વસંવેદનની ભૂમિકા ઉપરથી ચૂંટાઈને નીકળેલો હોવાથી હૃદયસ્પર્શી બની રહે છે. સતત અને બહોળા વાંચનના પ્રભાવે તેઓ પોતાના લેખમાં ચોટદાર કાવ્યપંક્તિઓ, મહાવરા અને દષ્ટાંતો ટાંકતા હોવાથી ગમે તેવો સૂકો વિષય પણ રસદાર બની રહે છે. સુપર કોમ્યુટર જેવા તેઓર્થના મગજમાંથી [૩] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 104