Book Title: Shreyansnath Prabhu Charitra
Author(s): Mantungasuri
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 14
________________ I પ્રસ્તાવના સ્વામીની તમે રક્ષા કરે.” આ રીતે હું વિલાપ કરતી હતી ત્યાં ધનદે મારી પાસે આવી મને શેક કરવાનું મૂકી દેવા અને મને અપ્રિય વચને સંભળાવવા લાગ્યો, તેમજ પોતાની દુષ્ટ માંગણી સ્વીકારવાનું કહેવા લાગ્યો. તેનાં આવા વચન સાંભળી હું મૂવશ થઈ પડી ગઈ. કેટલીક વાર પછી હું સચેત થઈને વિચારવા લાગી કે-આ દુષ્ટથી મારા શીલરૂપી રત્નની હવે કેવી રીતે રક્ષા કરવી ? હું મૃત્યુ કેમ પામતી નથી ? એમ વિચારી અન્નપાણીને ત્યાગ કર્યો. ધનદ ફરી પણ પિતાની દુષ્ટ ધાણું માટે અયોગ્ય બલવા લાગ્યો. મેં તેને ઘણું સમજાવ્યું પણ તે પાપી અનેક ફીટકાર આપ્યા છતાં ન સમયે, તેથી મેં સમુદ્રદેવને વિનંતિ કરી કે-“મારા પતિ ચંદ્રકુમાર સિવાય મેં મારા મનમાં અન્ય કોઈ પણ પુરુષનું ચિંતવન ન કર્યું તે પાપાત્મા આ ધનદને શિક્ષા કરે. ” તેટલામાં પર્વત સાથે અફળાઈ અમારું વહાણ ભાંગી ગયું અને મેં મારી જાતને સમુદ્રકાંઠે જોઈ. ': હવે સમુદ્રકિનારે રહેલા પર્વત ઉપર હું ઝંપલપાત કરવા ચડવા લાગી, તે દરમ્યાન એક સૌમ્ય તાપસને મેં જોયા અને મેં તેમને નમસ્કાર કર્યા જેથી તેમણે મારો વૃત્તાંત પૂછતાં અબુ સારતા મારે સર્વે વૃત્તાંત જણાવવાથી તેમણે કહ્યું કે હે પુત્રી ! તારા પિતા મારા નાના ભાઈ થાય છે. તે સાંભળી હું ખૂબ રડી અને મારા સ્વામી અને પિતાનું શું થતું હશે ? મારા પિતા અને પતિ મૃત્યુ પામ્યા જાણી હું નૃપાપાત કરવા ઇચ્છું છું, ત્યારે તેમણે જોયું કે હે પુત્રી ! વિષયસુખ મધુબિન્દુ માફક તુચ્છ છે. આ જગતમાં સંગ વિયોગવાળા છે, સંસારમાં અખંડ સુખ કદિ પ્રાપ્ત થતું નથી. આત્મહત્યામાં મહાપાપ રહેલું છે, જેથી ભરણુ ન પામતા દુ:ખરૂપી વૃક્ષને છેદવા માટે અમારું તાપસી વ્રત ગ્રહણ કર. દરમ્યાન મારી મા ત્યાં કોઈ સંગે આવી પહોંચે છે. અમે અરસ્પરસ ઓળખ્યા અને મારી માતાએ તાપસીને નમસ્કાર કર્યો. મારી માતાને ગળે વળગી હું ઉચ્ચ સ્વરે રૂદન કરવા લાગી. પછી તાપસે ઉપદેશ આપવાવડે અમે બંનેને શાંત કરી. અમે બંનેએ તેમની પાસે વ્રત ગ્રહણ કર્યું, અને વૈરાગ્યને અંગે પવિત્ર અનુષ્કાને અમે કરવા લાગ્યા. કેટલાક દિવસે પછી અમોને ઉત્તમ મંત્ર આપી તે તાપસ સ્વર્ગે ગયા. હે રાજન! આમારું વૃત્તાંત છે. હવે આપ સમસ્ત ઉપદ્રવનું નિવારણ કરનાર મંત્ર જે અમારા રક્ષણહાર તાપસે આપ્યા છે કે જેનાથી અમે નિરુપદ્રવ રહીએ છીએ તે આપ ગ્રહણ કરે. એમ કહેવાથી ભુવનભાનુ રાજાએ ભક્તિ અને શ્રદ્ધાથી મંત્ર ગ્રહણ કર્યા. પછી રાજાને વિરહ થવાને છે એમ જાણી ભવનભાનને તે તાપસી કહે છે કે સૂર્યાસ્ત પહેલાં આપે અહિંથી વિદાય થઈ એક જન પ્રયાણ કર્યા પછી જે સ્થળ આવે ત્યાં તમારે વાસ કરે, કારણ કે તાપસની આ ભૂમિ અધમુખ યક્ષની છે અને જે ક્રઈ મનુષ્ય અહિં આવીને વાસ કરે છે તેને તે કદર્થના કરે છે અને તે રાક્ષસને અમારા પર્વજ તાપ એ પણ કોઈ૫ણું અતિથિને અહિં રાત્રિવાસે ન રાખવાની કબૂલાત આપી છે. તમારા મંત્રજાપથી તે વશમાં આવી શકશે નહિં અને અમારા પૂર્વજોએ આપેલું વચન નિષ્ફળ નિવડે નહિં. તે સાંભળી ભુવનભાનુ રાજાએ તે તાપસીને જણાવ્યું કે “તમે યક્ષને વચન ન આપ્યું હોત તો હું મારું પુરુષાર્થ બતાવવા આ સ્થાનમાં વિશેષ સમયે રોકાત', તેમ કહી ભુવનભાનુ રાજા નમસ્કાર કરી, તેણીના આશીર્વાદ સાથે બતાવેલા માર્ગે ચાલી નીકળ્યો. રાત્રિ પડતાં અંધકાર છવાઈ ગયેલ હતું તેવામાં દૂરથી યક્ષમંદિરને દીપક સહિત જોયું અને ત્યાં આવી રાજા યક્ષમંદિરમાં પ્રવેશ કરતાં યક્ષની મૂર્તિ ખડખડ હાસ્ય કરવા લાગી. પછી યક્ષ બોલ્યો કે-હે રાજા ? તું ભલે આવ્યા, તારું સ્વાગત છે. રાજા યક્ષને હસવાનું કારણ પૂછતાં તે કહે છે કે-પૃથ્વીનું પાલન કરનાર રાજા હોય છે છતાં તારા અશ્વનું તું રક્ષણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 390