________________
પ્રસ્તાવને
કે–તે તે સમુદ્રયાત્રાએ ગયેલ છે. મારી પુત્રી યવનવતી બની એટલે આવી અવસ્થામાં રક્ષણ કરવું મુશ્કેલ બને છે માટે કંઈપણું બીજે હોય તે બતા, જેના જવાબમાં તે સિવાય બીજા કોઈ વર લાયક નથી એમ કહેતાં મને હર્ષ થયા પછી મારા પિતા વગેરે અને તે સમુદ્રમા વહાણમાં મણિપુર ગયા. ત્યાંના કેટલાક પુરુષો પાસેથી એ ધનપતિના પુત્ર ધનને મને આપવાને વાર્તાલાપ સાંભળતાં વચ્ચે ચંદ્ર એવું નામ સાંભળતાં મેં શકુનની ગાંઠ બાંધી લીધી. (કહેવાય છે કે જે આપણા માટે અન્ય મુખથી ઈચ્છિત સાંભળતાં શકુન તરીકે કપડાની ગાંઠ બાંધવાથી ઈચ્છિત ફળ મળે છે.) એક દિવસ મારા મામાની પુત્રી ચંદ્રશ્રીની ડોકમાં ચંદ્રકુમારને મેં આપેલ રત્નાવલી હાર જોયો, તે કયાંથી આવ્યો તેમ પૂછતાં તેણીએ કહ્યું કેકેટલાક વખત અગાઉ એક માણસ તે હાર વેચવા આવતાં તારા પિતાએ એક કરોડ સોનામહોર આપી તે હાર ખરીદી લીધું હતું. તે પુરુષ તે હાર ક્યાંથી લાવ્યો તે પૂછતાં અબુ સારતાં તેણે જણાવ્યું કે–ચંદ્રકુમાર સમદ્રના મધ્ય ભાગમાં આવતા તેનું વહાણું વમળમાં સપડાયું, વર્ષાને ગજરવ અને વીજળી વગેરેને હાહાકાર થવા લાગ્યો, તે વખતે નમસ્કાર મંત્રનું સ્મરણ કરી ચંદ્રકુમાર છે. “હે પૂજ્ય રત્નાકરી જે મેં મારા પૂજ્યજની આજ્ઞાનું ખંડન ન કર્યું હોય તે મારા પ્રાણનું રક્ષણે કરો.” હવે વહાણુ તૂટી જતાં દરમ્યાન ચંદ્રકુમારે તેને જણાવ્યું કે તમારી ઈચ્છાપૂર્વક સીને જે જુવે તે લઈ જાઓ. આમ કહેવાથી હું સાથે હોવાથી મેં આ હાર લઈ લીધો અને સદ્ભાગ્યે તરવાં માટે મને એક પાટિયું પ્રાપ્ત થયું. ઉપરોક્ત હકીકત સાંભળી મેં અગ્રુપત કર્યો, રત્નાકરને પણ મેં ઉપાલંભ આપ્યો કે સેંકડો રત્નોથી તારી તપિતન થઈ કે જેથી બાયું આ ચંદ્રકુમાર નરસ્તને હરી લીધું. આ રીતે હું વિલાપ કરવા લાગી, જેથી ચંદ્રશ્રીએ કહ્યું કે તું દુઃખી કેમ બની છે. ? તારા દુઃખમાં મને ભાગીદાર બનાવ. ચંદ્રશ્રીને આ કર્મપ્રસંગ હોવાથી નિરસતા ન વ્યાપે, તેમ ધારી મેં કહ્યું-તે વહાણુમાં બેઠેલા બેંકના દુઃખથી દુઃખી બની છું. સારો મુહૂર્ત ચંદ્રશ્રી અને ગુણચંદ્રની પાણિગ્રહણ વિધિ પૂર્ણ થઈ, એ યુગલને જોતી મારા હધ્યમાં ચંદ્રકુમાર માટે સંતાપ થવા લાગ્યો અને મેં ભેજન, નિદ્રા અને અલંકારને ત્યાગ કરી દીધે. પછી ચંદ્રશ્રી ઉત્તમ વર પામતાં કામદેવના મંદિરે નમસ્કાર કરવા ગઈ. હું પણ સાથે ગઈ અને દુખી એવી મને તમે નિયપણે કેમ સંતાપી રહ્યા છો તેમ હૃથથી કામદેવને જણાવ્યું. પછી મને કોઈ ન જોઈ શકે તેમ ગુપ્તપણે હું ઉઘાનના મધ્યભાગમાં ચાલી અને દિવને અનેક બાબતે સંભારી સંભારી ઉપાલંભે આપ્યા. મેં વિચાર્યું કે–અન્યભવમાં ચંદ્રકુમાર મારા પતિ થાઓ. આ ભવથી ભારે સર્યું. આ પ્રમાણે બોલી મેં ગળામાં વૃક્ષની શાખાને પાશ નાંખ્યો જેથી મને આંખે અંધારા આવવા લાગ્યા. એ સમયે હે. બાળા ! આ ચેષ્ટાથી સર્ષ એમ કહેતે એક કામદેવ જે પુરુષ ત્યાં આવી ચડે, મેં તેની ભક્તિપૂર્વક સ્તુતિ કરી. તેણે મારા પાશને છેદી નાંખ્યો, તેણે મને ઓળખી અને હું પણ તેમને મારા સ્વામી જાણીને ગળે વળગી હું રુદન કરવા લાગી, અને દુઃખની રાશી દૂર થવાથી પ્રિયજનના દર્શન-રૂપી અમૃતથી મારા હૃદયને સંતાપ દૂર થયે. “પુણ્યવંત પ્રાણી કોટીએ ચડયા પછી આ રીતે તેમને શાંતિ-ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે.” પછી મેં મારું સમગ્ર વૃત્તાંત જણાવ્યું અને તેમણે પિતાની હકીકત જણાવતાં કહ્યું કે - : - વહાણને ભંગ થયા પછી મારી જાતને મેં કોઈ સમુદ્રકિનારે જોઈ અને સમુદ્ર દેવ પાસે માંગેલી પ્રાણુની ભિક્ષા તેણે મને આપી છે. અહે! આ સંસાર નાટક કેવું વિચિત્ર છે? મારા વૃત્તાંતને જાણી ચંદ્રરેખા જરૂર મરણ પામશે, તેણુના અકુશળ સમાચાર સાંભળ્યું તે પહેલાં મારા જીવનને હું ત્યાગ કર એમ વિચાર કરતા હતા તેવામાં આકાશવાણી સાંભળી કે-“તું જે જીવતા રહીશ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com