________________
પ્રસ્તાવના હવે મારા શરીરમાં વિરહરૂપી અગ્નિ કરેલ હોવાથી મને ચેન પડતું નહતું. દરમ્યાન એક દૂતી મારા આંગણે આવી અને મારી માતા ન જાણે તેમ તેણુને મેં પ્રવેશ કરાવ્યો. તે દૂતીએ જણાવ્યું કેતમે જે કામદેવની પૂજા કરી છે તે તમારા વલ્લભે તમારા સંતાપને દૂર કરતાર હાર મોકલે છે. તે મેં હાર લઈ હારા કંઠમાં ધારણ કર્યો છે અને તે દૂતી કે જે ચંદ્રની ધાવમાતા હતી તેણી એક લેખ મને આપે છે જેમાં જણાવેલ હતું કે –તને રતિ તરીકે સમજનાર, કામદેવ મને કુદ્ધ બનીને દુ:ખી કરી રહેલ છે વગેરે. તે દૂતીએ મને કહ્યું કે તારે ચંદ્રકુમાર દેવની માફક આરાધના લાયક છે. તારા વિને લીધે કાયમ ચિંતાતુર બને તે તારી ઝંખના કરે છે. તેટલું જ નહિ પરંતુ ચંદ્રકુમારને તેના પિતા આવતી કાલે દેશાવર મેકલવાના છે, પ્રાત:કાળે પ્રસ્થાન છે. સમુદ્રયાત્રાએ કરીયાણા પણ વહાણુમાં ભરી દેવાયા છે. પિતાનું વહાણુ કરીયાણાથી પરિપૂર્ણ થયું છે. સર્વ તૈયારી થઈ ગઈ છે તેણીને ઉધાનમાં જોયા પછી ચિંતારૂપી સમુદ્રમાં પડવાથી ભારે હૃદય સંક૯૫વિકતાથી પરિપૂર્ણ બન્યું છે. એક બાજુ પિતાની આજ્ઞા, બીજી બાજુ તેણી છે. પિતાની આજ્ઞાનું પ્રતિકાર કરવો દુષ્કર છે અને તે પિતાની આજ્ઞાનું પાલન કરતાં તેણી મૃત્યુ પામશે. મારા વિના નેહવગરની બનશે અને તેણીના પિતાની આજ્ઞાથી તે બીજે વરશે, આના કરતાં મને તેનું દર્શન ન થયું હોત તો સારું. આવી ભારી સ્થિતિ હોવાથી તે માતા ! હાર દેવાના બહાનાથી ત્યાં જઈને મારું આ સર્વ વૃત્તાંત તેણીને કહેજે અને હું સ્નેહ રહિત, દયા વિનાને, કૃતધી અને સ્વાર્થપરાયણ છું એમ નથી, મરંતુ પિતાના આદેશથી દૂર જતાં પણ તું મારા હદયને વિષે તહારની જેમ હમેશાં રહેશે, એમ દૂતીના કહેવાથી અને લેખધારા ચંદ્રકુમારની સ્થિતિ મેં જીણી.
હવે અહિં હું મારી ચંદ્રકાન્તા નામની સખી સિવાય સર્વને રજા આપી, પછી હું વિચારવા લાગી કે “બાળવયમાં વ્રત ગ્રહણુ કરતી તાસીઓ ધન્યવાદને પાત્ર છે કે જેના મનમાં પ્રેમરૂપી નરે પ્રગટાવેલ માયાપી નાટક ઉદ્દભવતું નથી વગેરે ” વિચાર કરતાં વિતને ભાગ કરવાનો નિશ્ચય કરી હું ઉધાનમાં ગઈ અને બકુલ વૃક્ષની શાખા ઉપર પાસ નાંખીને મેં ગળાફાંસો નાખે. તેવામાં તત્કાળ કોઈ એક છરીવડે મારે પાસ છેદી નાંખે અને મને ખોળામાં બેસાડી શુશ્રષા કરી. હું સ્વસ્થ થતાં ચંદ્રકુમારને જોઈને મેં કહ્યું કે તમે રીતે કેવી આવ્યા છે તેમ પૂછતાં ચંદ્રકુમાર કહે છે કે હે સુંદરી ! મારી ધાવમાતાને તે જણાવેલ સંદેશ સાંભળી મારું ડાબું નેત્ર ફરકવા લાગ્યું એટલે અનિષ્ટની શંકા કરતે હું બહાર નીકળે. જ્યાં તારી સખી મને સામી મળી અને અશ્રુ સારતી તારા સાહસ. કાર્યને જણાવવાથી હું અહિં જલદી આવ્યો અને તારા ઉચ્ચારાયેલા વચન સાંભળ્યા. પછી મારી સખી ચંદ્રકાન્તા પણ આવી પહોંચી. ચંદ્રકુમારે અનેક સવંદે આપી અને મૂલ્સથી અટકાવી. પછી કુમાર મને કહી ચાલવા લાગે એટલે મેં સમુદ્રદેવની તેના કુશળ માટે પ્રાર્શના કરી. મારી સખી સાથે હું મારે ઘેર ગઈ. પ્રાતઃકાળે વડિલજાના આશિર્વાદ અને પિતાની શિખામ ધારણુ કન્ત, સમુદ્રપૂન કરી, પિતાને નમસ્કાર કરી ચંદ્રકુમાર વહાણુમાં બેઠે. અને હું તે ચિંતાથી કૃશ બની ગઈ. હવે માતાપિતા મારી થોગ્ય વય થતાં મારા માટે યોગ્ય વરને માટે ચિંતાતુર રહેતા હતા. કેટલાક દિવસ પછી મણિપરનિવાસી મારા મામા તવ શ્રેણીની પુત્રી ચંદ્રશ્રીના લગ્નની કંકોત્રી લઈ ૫રિજન વર્ગો સહિત ત્યાં આવન્ના આમંત્રણ કરવા મારા પિતા પાસે એક પુરુષ લઈ આવ્યે મારા પિતાએ તે પુરુષને ભૂરા માટે કોઇ લાયકવર છે તેમ મળવાથી તે સાંભળી હું ભયભીત બની ગઈ. “ દુર્ભાગીતા અને શું પાર પડે છે ? ” એને હું મનમાં વિચાર કરું છું તેટલામાં તે પુરુષ ચંદ્ર નામને સેકીપુત્ર છે, તેમ જણાવે છે. સારા પિતા કહે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com