________________
ગૃહસ્થવર્ગના ઉભય લેકને શ્રેયને સાધનારા આ ગ્રંથની અંદર તેના કર્તા પરમર્ષિ શ્રી જિનમંડનગણીએ ગૃહસ્થધર્મનું પ્રતિપાદન કરવાને શ્રાવકના પાંત્રીશ ગુણનું યથાર્થ વર્ણન કરી બતાવ્યું છે અને પ્રસંગોપાત મનન કરવા યોગ્ય દષ્ટાંતો આપી ગૃહસ્થ જીવનનું પરમ સાધ્ય જે ગુણે છે, તેનું છટાદાર ખ્યાન આપેલું છે. ગૃહસ્થધમ મુનિધર્મથી સરળ અને સુસાધ્ય છે, તેથી તેની આદ્ય ઉપયોગિતા સિદ્ધ કરવાને ગ્રંથકારે તે ઉપર અનેક પ્રકારે ઉલ્લેખ કરેલ છે.
ગ્રંથના આરંભમાં શ્રાવક શબ્દના અર્થનું ગૌરવ ભરેલું પ્રતિપાદન કરવામાં કર્તાએ પતાના પાંડિત્યનો પ્રભાવ સારી રીતે બતાવી આપે છે. અને શ્રાવકના સત્ય લક્ષણે શાસ્ત્રીય પ્રમાણથી ઉત્તમ પ્રકારે સિદ્ધ કરી બતાવ્યા છે. તે પ્રસંગે શ્રાવકધર્મનું સ્વરૂપ, ધર્મોપદેશ આપવાની યોગ્યતા અને તેના પ્રકારો હૃદયગ્રાહી દતથી એવા ઉત્તમ પ્રકારે દર્શાવ્યા છે કે, જે વાંચવાથી સામાન્ય વાચકને પણ તે સરલતાથી ગ્રાહ્ય થઈ તેમ છે.
ધર્મના સામાન્ય અને વિશેષએવા બે પ્રકાર છે. સમ્યક્ વર્તન એ સામાન્ય ધર્મ અને બારવ્રતાદિરૂપ-એ વિશેષ ધર્મ ગણાય છે. તેમાં સામાન્ય ધર્મ હોય તે જ વિશેષ ધર્મ સુશોલિત થાય છે. આ લેખમાં કર્તાએ સામાન્ય ધર્મનું સ્વરૂપ દર્શાવ્યું છે. અને તેની અંદર ગૃહસ્થ શ્રાવકના ગુણોનું પ્રતિપાદન કરેલું છે. પ્રથમ ગૃહસ્થ શબ્દનો અર્થ “દૈઃ સદ તિકૃતિ રુતિ ગૃહસ્થ:” એટલે સ્ત્રી સાથે ઘર માંડીને રહે તે ગુરુ કહેવાય છે. તે ગૃહવ્યવહારની સ્થાપના વૈભવને લઈને બને છે અને તે વૈભવ ન્યાયથી મેળવવો જોઈએ. માટે ગૃહસ્થનું પ્રથમ લક્ષણ થાયdv#વિમવઃ ” એમ બતાવવામાં આવ્યું છે. શુદ્ધ વ્યવહારથી ( ન્યાય-પ્રમાણિકપણાથી) ઉપાર્જન કરેલી સંપત્તિ ગૃહસ્થ અને તેના પરિવારને સુખકારી થાય છે. અને તેથી ગૃહાવાસના સુખો નિઃશંકપણે ભોગવાય છે. અન્યાયોપાર્જિત સંપત્તિ શંકા અને ભયનું સ્થાન રૂપ બની આ લેક તથા પરલોકમાં અનર્થનું કારણ થઈ પડે છે. આ વિષે ગ્રંથકર્તાએ સ્પષ્ટ વિવેચન કરી અને ચરિતાનુયોગના પ્રાચીન દષ્ટાંતરૂપ કથાનકે આપી એ આદ્ય ગુણને દિવ્ય પ્રભાવ સારી રીતે દર્શાવ્યો છે. જેની અંદર ગૃહસ્થના જીવનને ઉજ્વળ અને યશસ્વી બનાવનારા દાનધર્મ વિષે પણ સારો ઇસારો કરવામાં આવ્યો છે. આ પ્રસંગે અન્યાયપાર્જિત દ્રવ્યના પરિણામને દર્શાવનારૂં રંકછીનું દષ્ટાંત ઘણું સુબોધક આપવામાં આવ્યું છે. અને તેને અંગે વ્યવહાર શુદ્ધિનું સ્વરૂપ, ન્યાયનિક વૃત્તિનું માહાસ્ય, દેવદ્રવ્યાદિકના ભક્ષણથી થતી હાનિ, શુદ્ધ
જુવ્યવહારના પ્રકાર, લક્ષ્મીના રોગથી બુદ્ધિની વિચિત્રતા, તે સંબંધે ધનશ્રેણીનું દષ્ટાંત આપી ગ્રંથકારે પ્રથમ ગુણ વિષે ઘણું રસિક વિવેચન કરેલું છે.
ગૃહસ્થ ન્યાયપાર્જિત વૈભવવાળો હોય પરંતુ જે તેનામાં શિષ્ટાચારનો ગુણ ન હોય તો તે યોગ્ય કહેવાય નહિ. તેથી તે પછી “શિષ્ટાચાની પ્રશંસા કરવા રૂપ) બીજા ગુણનું વર્ણન આપવામાં આવ્યું છે. આ ઉપયોગી ગુણના વર્ણનમાં સદાચારના લક્ષણ આપવામાં આવ્યા છે કે, જેની અંદર શ્રાવક ગૃહસ્થ લેકાપવાદને ભય રાખવા, ગરીબ-નિરાશ્રિત લેકને ન્યાત, જાત કે ધર્મને ભેદ રાખ્યા વિના ઉદ્ધાર કરવો, બીજાએ કરેલા ઉપકારની કદર કરવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org