________________
અને અંતરાયકર્મ બંધાતું નથી. એટલે ૧ થી ૧૦ ગુણઠાણા સુધી જ્ઞાનાવરણીયકર્મ અને અંતરાયકર્મમાં પાંચ પ્રકૃતિનું એક જ બંધસ્થાનક હોય છે. તેનો કાળ અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનંત છે. ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાંત છે અને ઉપશમશ્રેણીમાં ૧૧મા ગુણઠાણેથી પડેલા જીવની અપેક્ષાએ સાદિ-સાંત છે. કારણ કે ૧૧મા ગુણઠાણેથી પડીને નીચે આવેલા જીવને પના બંધસ્થાનની “સાદિ” થાય છે અને તે જીવ ફરીથી શ્રેણી માંડીને ૧૧મા કે ૧૨મા ગુણઠાણે આવે છે ત્યારે પનું બંધસ્થાન “સાંત” થાય છે. એટલે ૧૧મા ગુણઠાણેથી પડેલા જીવની અપેક્ષાએ પનું બંધસ્થાન સાદિ-સાંત છે. તેનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુગલપરાવર્ત છે. કારણ કે ઉપશમશ્રેણીથી પડેલો જીવ ફરીથી અંતર્મુહૂર્તમાં શ્રેણી માંડી શકે છે. તેથી સાદિ-સાત ભાંગાનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત છે અને ઉપશમશ્રેણીથી પડેલો જીવ વધુમાં વધુ દેશોન અર્ધપુદ્ગલપરાવર્તકાળ જ સંસારમાં રખડે છે. પછી તે જીવ અવશ્ય મોક્ષમાં જાય છે. તેથી સાદિ-સાંત ભાંગાનો કાળ ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત છે.
- જ્ઞાનાવરણીયકર્મ અને અંતરાયકર્મની પાંચે પ્રકૃતિઓ ૧ થી ૧૨ ગુણઠાણા સુધી સતત ઉદયમાં અને સત્તામાં હોય છે. ત્યાર પછી તે કર્મનો ઉદય અને સત્તા હોતી નથી. એટલે ૧ થી ૧૨ ગુણઠાણા સુધી જ્ઞાનાવરણીયકર્મ અને અંતરાયકર્મમાં પાંચ પ્રકૃતિનું એક જ ઉદયસ્થાન હોય છે અને એક જ સત્તાસ્થાન હોય છે. તેનો કાળ અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનંત હોય છે અને ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાંત હોય છે.
પના ઉદયસ્થાન અને પના સત્તાસ્થાનમાં સાદિ-સાત ભાંગો ઘટતો નથી. કારણ કે ક્ષેપકમહાત્માને ૧૨માં ગુણઠાણેથી પડીને નીચે આવવાનું હોતું નથી તેથી પના ઉદયસ્થાન કે પના સત્તાસ્થાનની “સાદિ” થતી નથી. એટલે પના ઉદયસ્થાન અને પના સત્તાસ્થાનમાં સાદિ-સાંત ભાંગો ઘટતો નથી...
૩૩