________________
જીવસ્થાનક-ગુણસ્થાનકમાં ગોત્રનો સંવેધઃ
અપસૂત્રએકેન્દ્રિયાદિ-૧૧ પ્રકારના જીવો તિર્યંચ જ હોય છે અને તિર્યંચોને નીચગોત્રનો જ ઉદય હોય છે. અ૫૦અસંજ્ઞી અને અપસંજ્ઞી જીવો તિર્યંચો અને મનુષ્યો હોય છે પણ તે લબ્ધિ,અપ૦ મનુષ્યો હોવાથી નીચગોત્રનો જ ઉદય હોય છે તેથી ૧ થી ૧૩ જીવભેદમાં નીચગોત્રના ઉદયવાળા ૩ ભાંગા જ ઘટે છે.
મિથ્યાત્વગુણઠાણે ૧ થી ૫ ભાંગા જ ઘટે છે. છેલ્લા બે ભાંગા ન ઘટે. કારણ કે ગોત્રનો બંધ ૧ થી ૧૦ ગુણઠાણા સુધી જે હોય છે. ૧૧ થી ૧૪ ગુણઠાણે ગોત્રનો બંધ હોતો નથી. તેથી અબંધવાળા છેલ્લા બે ભાંગા ૧૧ થી ૧૪ ગુણઠાણે જ હોય છે. મિથ્યાત્વાદિ-૧૦ ગુણઠાણે હોતા નથી.
સાસ્વાદનગુણઠાણે ૨ થી ૫ ભાંગા જ ઘટે છે. ૧લો ભાંગો ન ઘટે કારણ કે ૧લો ભાગો ઉચ્ચગોત્રની ઉદ્ધલના કરેલા તેલ-વાહને હોય છે અને તે જીવ તેલ-વાઉમાંથી નીકળીને એકે૦માં, વિકલેવમાં, તિર્યંચપંચ૦માં ઉત્પન્ન થયા પછી ફરીથી ઉચ્ચગોત્ર ન બાંધે ત્યાં સુધી જ હોય છે તે વખતે તે જીવોને ૧લું જ ગુણઠાણ હોય છે. એટલે સાસ્વાદનાદિ ગુણઠાણે ૧લો ભાંગો હોતો નથી.
બીજા ગુણઠાણાના અંતે નીચગોત્રનો બંધવિચ્છેદ થાય છે. તેથી ૩ થી ૫ ગુણઠાણે નીચગોત્રના બંધવાળો રજો/જો ભાંગો ઘટતો નથી. એટલે ૪થો/પમો ભાંગો જ ઘટે છે.
પમા ગુણઠાણાના અંતે નીચગોત્રનો ઉદયવિચ્છેદ થવાથી ૬ થી ૧૦ ગુણઠાણે નીચગોત્રના ઉદયવાળો ૪થો ભાંગો પણ ઘટતો નથી. પમો ભાંગો એક જ ઘટે છે અને ૧૦મા ગુણઠાણાના અંતે ઉચ્ચગોત્રનો બંધવિચ્છેદ થવાથી ૧૧ થી ૧૩ ગુણઠાણે પમો ભાંગો પણ ઘટતો નથી. ૬ઠ્ઠો ભાંગો એક જ ઘટે છે. ૧૪મા ગુણઠાણે ગોત્રનો બંધ હોતો નથી. એટલે અબંધવાળા છેલ્લા બે ભાંગા જ ઘટે છે.
૮૨