________________
સત્તાસ્થાન હોય છે અને ૧૭ પ્રકૃતિના બંધક સમ્યગ્દષ્ટિને ૨૮/૨૪/ ૨૩/૨૨/૨૧ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે.
ગ્રંથિભેદ કરીને ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરનારા જીવને ૨૮નું સત્તાસ્થાન હોય છે અને ૨૪ની સત્તાવાળો શ્રેણીગત ઉપશમ સમ્યક્ત્વી ઉપશમશ્રેણીથી પડીને ૪થા ગુણઠાણે આવે છે ત્યારે જેને ઉપશમસમ્યક્ત્વ જળવાઈ રહ્યું હોય એવા ઉપશમ સમ્યક્ત્વીને ૨૪નું સત્તાસ્થાન હોય છે. એટલે ૧૭ના બંધક ઉપશમ સમ્યક્ત્વીને ૨૮નું અને ૨૪નું (કુલ૨) સત્તાસ્થાન હોય છે. અનંતાનુબંધીના વિસંયોજક ક્ષયોપશમ સમ્યક્ત્વીને ૨૪નું સત્તાસ્થાન હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરતી વખતે ક્ષયોપશમ સમ્યક્ત્વીને મિથ્યાત્વનો નાશ થયા પછી ૨૩નું સત્તાસ્થાન હોય છે અને મિશ્રનો નાશ થયા પછી ૨૨નું સત્તાસ્થાન હોય છે. બાકીના ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિને ૨૮નું સત્તાસ્થાન હોય છે. એટલે ૧૭ના બંધક ક્ષયોપશમ સમ્યક્ત્વીને ૨૮/૨૪/૨૩/૨૨ (કુલ૪) સત્તાસ્થાન હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વીને દર્શનસપ્તકનો નાશ થયેલો હોવાથી ૨૧નું જ સત્તાસ્થાન હોય છે.
* મોહનીયની ૧૩ પ્રકૃતિને બાંધનારા દેશવિરતિને ૨૮/૨૪/ ૨૩/૨૨/૨૧ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે.
ગ્રન્થિભેદ કરીને ૧લા ગુણઠાણેથી સીધા પમા ગુણઠાણે આવનારા દેવતિ ઉપશમસમ્યગ્દષ્ટિને ૨૮નું સત્તાસ્થાન હોય છે. ૨૪ની સત્તાવાળો શ્રેણીગત ઉપશમ સમ્યક્ત્વી ઉપશમશ્રેણીથી પડીને પમા ગુણઠાણે આવે છે ત્યારે જેને ઉપશમ સમ્યક્ત્વ જળવાઈ રહ્યું હોય એવા ઉપશમ સમ્યક્ત્વીને ૨૪નું સત્તાસ્થાન હોય છે. ક્ષયોપશમ સમ્યક્ત્વી દેશવિરતિધર મનુષ્યને ૨૮/૨૪/૨૩/૨૨ નું સત્તાસ્થાન અને ક્ષાયિક સમ્યક્ત્વી દેશિવરિત મનુષ્યને ૨૧નું સત્તાસ્થાન હોય છે.
દેશવિરતિ તિર્યંચને ૨૮/૨૪નું (કુલ-૨) જ સત્તાસ્થાન હોય છે. જ્યારે પર્યાપ્તો તિર્યંચ પંચેન્દ્રિય ગ્રન્થિભેદ કરીને ૧લા ગુણઠાણેથી
૧૪૬