________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ( નામકર્મ છે
નામકર્મના બંધસ્થાન : तेवीस पण्णवीसा, छव्वीसा अट्ठवीस गुणतीसा । तीसेगतीसमेगं, बंधट्ठाणाणि नामस्स ॥ २६ ॥
ગાથાર્થ - ૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૧... કુલ૮ નામકર્મના બંધસ્થાન છે.
- વિવેચન - નામકર્મની બંધને યોગ્ય ગતિ-૪ + જાતિ-૫ + શરીર-૫ + અંગોપાંગ-૩ + સંઘયણ-૬ + સંસ્થાન-૬ + વર્ણાદિ૪ + આનુપૂર્વી-૪ + વિહાયોગતિ-ર = ૩૯ + પ્રત્યેક-૮ + ત્રસ ૧૦ + સ્થાવર ૧૦ = ૬૭ પ્રકૃતિ છે. તેમાંથી જે પ્રકૃતિઓ નરકગતિની સાથે બંધાય છે, તે નરપ્રાયોગ્ય કહેવાય છે. જે પ્રકૃતિ દેવગતિની સાથે બંધાય છે, તે દેવપ્રાયોગ્ય કહેવાય છે. જે પ્રકૃતિ તિર્યંચગતિની સાથે બંધાય છે, તે તિર્યંચપ્રાયોગ્ય કહેવાય છે. અને જે પ્રકૃતિ મનુષ્યગતિની સાથે બંધાય છે, તે મનુષ્યપ્રાયોગ્ય કહેવાય છે. એમાંથી કોઈપણ એક જ ગતિપ્રાયોગ્ય કર્મપ્રકૃતિને એકજીવ એકસમયે બાંધી શકે છે. ચારે ગતિપ્રાયોગ્ય કર્મપ્રકૃતિને એકજીવ એકીસાથે બાંધી શકતો નથી. એટલે એકજીવની અપેક્ષાએ એકીસાથે નામકર્મની-૬૭ પ્રકૃતિ બંધાતી નથી. એકજીવની અપેક્ષાએ એકીસાથે બંધાતી પ્રકૃતિ -
મિથ્યાદષ્ટિ તિર્યંચ મનુષ્યો લબ્ધિ-અપર્યાપ્તા કે પર્યાપ્તા સૂક્ષ્મ(૪૩) યુગલિક તિર્યંચ-મનુષ્ય મરીને નિયમા દેવલોકમાં જ ઉત્પન્ન થાય છે. તેથી તે
જીવો દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને જ બાંધે છે. બાકીની ૩ ગતિ પ્રાયોગ્ય પ્રકૃતિને બાંધતા નથી.
૨૧૧