________________
અપ્રમત્તગુણઠાણે બંધસ્થાન-બંધમાંગા
અપ્રમત્તસંયમી દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે. ત્યાં બધી જ પ્રકૃતિ શુભ બંધાય છે. એટલે અપ્રમત્તગુણઠાણે દેવપ્રાયોગ્ય ૨૮/૨૯/૩૦/૩૧ના બંધના ક્રમશઃ ૧ + ૧ + ૧ + ૧ = ૪ ભાંગા થાય છે. અપૂર્વકરણગુણઠાણે બંધસ્થાન-બંધભાંગા
શ્રેણિગતમનુષ્યો અપૂર્વકરણગુણઠાણાના ૬ઠ્ઠા ભાગ સુધી દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે અને ૮મા ગુણઠાણાના ૭મા ભાગથી ૧૦મા ગુણઠાણા સુધી અપ્રાયોગ્ય-૧ પ્રકૃતિને બાંધે છે. એટલે અપૂર્વકરણગુણઠાણે ૨૮/૨૯/૩૦/૩૧/૧ ના બંધના ક્રમશઃ ૧ + ૧ + ૧ + ૧ + ૧ = ૫ બંધમાંગા થાય છે. અનિવૃત્તિગુણઠાણ - ૧ના બંધનો ૧ ભાંગો જ થાય છે. સૂક્ષ્મપરાયગુણઠાણે- ૧ના બંધનો ૧ ભાંગી જ થાય છે. ૬રમાર્ગણામાં બંધસ્થાન-બંધભાંગાનરકગતિમાર્ગણા -
નારકો પર્યાપ્તતિર્યંચપંચેન્દ્રિય અને પર્યાપ્ત મનુષ્યમાં જ ઉત્પન થાય છે. તેથી નારકો પર્યાપ્તતિર્યંચપચે પ્રાયોગ્ય-૨૯/૩૦ અને પર્યાપ્તમનુષ્યપ્રાયોગ્ય-૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. એટલે નરકગતિ માર્ગણામાં ૨૯/૩૦ (કુલ-૨) બંધસ્થાન હોય છે. નરકગતિમાર્ગણામાં તિર્યંચપંચે પ્રાયોગ્ય-૨૯ના બંધના – ૪૬૦૮ ભાંગા,
તિર્ધચપંચે પ્રાયોગ્ય-૩૦ના બંધના – ૪૬૦૮ ભાંગા, મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધના -૪૬૦૮ ભાંગા, મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધના – ૮ ભાંગા,
કુલ - ૧૩૮૩૨ ભાંગા, ઘટે છે. બાકીના ૧૧૩ બંધભાંગા ઘટતા નથી કારણ કે નારકો, એકેન્દ્રિય
૨૪૦