Book Title: Saptatika Part 01 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 291
________________ ભાંગા થાય છે. * ઉચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી વૈ૦શરીરીતિપંચને ૨૭ + ઉચ્છવાસ = ૨૮નો ઉદય થાય છે. તેના પણ ર૭ના ઉદયની જેમ ૮ ભાંગા થાય છે. ઉચ્છવાસનો ઉદય થયા પહેલા જ ઉદ્યોતનો ઉદય થઈ જાય, તો ૨૭ + ઉદ્યોત = ૨૮નો ઉદય થાય છે. તેના પણ ૮ ભાંગા જ થાય છે. એટલે ૨૮ના ઉદયના કુલ ૮ + ૮ = ૧૬ ભાંગા થાય છે. * ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ૨૮ + સુસ્વર = ૨૯ પ્રકૃતિનો ઉદય થાય છે. તેના પણ ૮ ભાંગા જ થાય છે. સ્વરનો ઉદય થયા પહેલા ઉદ્યોતનો ઉદય થઈ જાય, તો ૨૮ + ઉદ્યોત = ૨૯નો ઉદય થાય છે. તેના પણ ૮ ભાંગા જ થાય છે. એટલે ૨૯ના ઉદયના કુલ ૮ + ૮ = ૧૬ ભાંગા થાય છે. * કોઈક જીવને સ્વરનો ઉદય થયા પછી ઉદ્યોતનો ઉદય થાય છે. તેને ર૯ + ઉદ્યોત = ૩૦ પ્રકૃતિનો ઉદય હોય છે. ૩૦ના ઉદયના-૮ ભાંગા થાય છે. વૈવેતિ પંચેન્દ્રિયને.. રપના ઉદયના.............. ૮ ભાંગા, ૨૭ના ઉદયના................ ૮ ભાંગા, ૨૮ના ઉદયના ઉચ્છવાસવાળા-૮ + ઉદ્યોતવાળા-૮ = ૧૬ ભાંગા, ર૯ના ઉદયના સ્વરવાળા-૮ + ઉદ્યોતવાળા-૮ = ૧૬ ભાંગા, ૩૦ના ઉદયના.. .... ૮ ભાંગા, કુલ પ૬ ભાંગા ૨૮૨

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306