________________
ઉદયસ્થાન હોય છે.
સંજ્ઞીતિર્યંચ-મનુષ્યો તપશ્ચર્યાદિ ગુણોના કારણે વૈક્રિયલબ્ધિને પ્રાપ્ત કરી શકે છે અને વૈક્રિયલબ્ધિવાળા તિર્યંચ-મનુષ્યો પર્યાપ્તાવસ્થામાં જ વૈક્રિયશરીર બનાવે છે. એટલે વિગ્રહગતિમાં ઉત્તરવૈ૦શરીર હોતું નથી. તેથી ઉત્તરવૈ૦શરીરીને ૨૧નું ઉદયસ્થાન ઘટતું નથી અને ઉત્તરવૈ૦શરીરમાં સંઘયણ હોતું નથી. એટલે સામાન્ય તિર્યંચપંચેન્દ્રિયના-૨૬/૨૮/૨૯૩૦/ ૩૧ના ઉદયસ્થાનમાંથી સંઘયણ બાદ કરતાં ૨૫/૨૭/૨૮/ર૯/૩૦ (કુલ૫) ઉદયસ્થાનકો વૈક્રિયતિર્યચપંચેન્દ્રિયને હોય છે. મનુષ્યને ઉદયમાં આવતી પ્રકૃતિ
* વિગ્રહગતિમાં મનુષ્યને ધ્રુવોદયી-૧૨, મનુષ્યદ્રિક, પંચે૦ જાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત-અપર્યાપ્તમાંથી-૧, સુભગ-દુર્ભગમાંથી-૧, આદેય-અનાદેયમાંથી-૧, યશ-અશમાંથી-૧. કુલ-૨૧ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે.
* મનુષ્ય ઉત્પત્તિસ્થાને આવે છે ત્યારે ૨૧માંથી આનુપૂર્વી વિના ૨૦ + ઔદારિકદ્ધિક + ૬ સંઘયણમાંથી-૧, ૬ સંસ્થાનમાંથી૧, ઉપઘાત + પ્રત્યેક કુલ-ર૬ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે.
* શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી મનુષ્યને ૨૬ + પરાઘાત + શુભ-અશુભ વિહાયોગતિમાંથી-૧ = ૨૮ પ્રકૃતિ ઉદયમાં આવે છે.
* શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી મનુષ્યને ૨૮ + ઉચ્છવાસ = ૨૯ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે.
ભાષા પર્યાપ્તિ પૂર્ણ થયા પછી મનુષ્યને સ્વરનો ઉદય શરૂ થાય છે. ત્યારે ૨૯ + સુસ્વર-દુઃસ્વરમાંથી-૧ = ૩૦ પ્રકૃતિ એકસાથે ઉદયમાં આવે છે. એટલે સામાન્ય મનુષ્યને ૨૧/ર૬/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાનક હોય છે.
વૈક્રિયતિર્યચપંચેઠની જેમ વૈક્રિયમનુષ્યને-૨૫/૦૭/૨૮/૨૯/૩૦
૨૬૧