Book Title: Saptatika Part 01 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 286
________________ * ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી બેઈન્દ્રિયને ર૯ + "સુસ્વરદુઃસ્વરમાંથી-૧ = ૩૦નો ઉદય થાય છે. સ્વરસહિત ૩૦ના ઉદયના-૪ ભાંગા થાય છે. (૧) ર૬ની સાથે બાદર-પર્યાપ્ત-સુસ્વર-યશનો ઉદય હોય છે. (૨) ર૬ની સાથે બાદર-પર્યાપ્ત-સુસ્વર-અયશનો ઉદય હોય છે. (૩) ૨૬ની સાથે બાદર-પર્યાપ્ત-દુઃસ્વર-યશનો ઉદય હોય છે. (૪) ૨૬ની સાથે બાદર-પર્યાપ્ત-દુઃસ્વર-અયશનો ઉદય હોય છે. એ રીતે, સ્વરસહિત-૩૦ના ઉદયના-૪ ભાંગા થાય છે. કોઈક બેઈન્દ્રિયને સ્વરનો ઉદય શરૂ થયા પહેલા જ ઉદ્યોતનો ઉદય શરૂ થાય છે તેને ૨૯ + ઉદ્યોત = ૩૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૨૮ની જેમ ઉદ્યોતસહિત-૩૦ના ઉદયના-૨ ભાંગા જ થાય છે. એટલે ૩૦ના ઉદયના કુલ-૪ + ૨ = ૬ ભાંગા થાય છે. * કોઈક બેઈન્દ્રિયને સ્વરનો ઉદય થયા પછી ઉદ્યોતનો ઉદય થાય છે તેને સ્વરસહિત ૩૦ + ઉદ્યોત = ૩૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેના ૪ ભાંગા થાય છે. (૧) ર૬ની સાથે ઉદ્યોત-બાદર-પર્યાપ્ત-સુસ્વર-યશનો ઉદય હોય છે. (૨) ૨૬ની સાથે ઉદ્યોત-બાદર-પર્યાપ્ત-સુસ્વર-અયશનો ઉદય હોય છે. (૩) ર૬ની સાથે ઉદ્યોત-બાદર-પર્યાપ્ત-દુઃસ્વર-યશનો ઉદય હોય છે. (૪) ૨૬ની સાથે ઉદ્યોત-બાદર-પર્યાપ્ત-દુઃસ્વર-અયશનો ઉદય હોય છે. એ રીતે, ૩૧ના ઉદયના-૪ ભાંગા થાય છે. (૫૧) ગvoો મiાંતિ–સુવરં વિનિંદિયાળ અસ્થિ, તા સંતને ૩ તત્વા કેટલાક આચાર્ય ભગવંતો વિકસેન્દ્રિયને સુસ્વરનો ઉદય માનતા નથી. માત્ર દુઃસ્વરનો જ ઉદય માને છે. (સપ્તતિકા ચૂર્ણિ ગાથા નં. ૨૫)

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306