________________
(કુલ-૫) ઉદયસ્થાન હોય છે. અને વૈક્રિયમનુષ્યની જેમ આહારકશરીરી મુનિભગવંતને પણ રપ/૨૭૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે.
લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્યને પરાઘાત-ઉચ્છવાસ, સ્વર વગેરેનો ઉદય હોતો નથી. તેથી લબ્ધિ-અપર્યાપ્તા એકેન્દ્રિયાદિને પોતપોતાના ઉદયસ્થાનમાંથી પ્રથમના બે જ ઉદયસ્થાન હોય છે.
લબ્ધિ-અપર્યાપ્તા એકે)ને ૨૧/૨૪ નું ઉદયસ્થાન હોય છે. લબ્ધિ-અપવિકલ૦-તિo૫૦-મનુષ્યને ૨૧/ર૬નું ઉદયસ્થાન હોય છે. દેવ-નારકો લબ્ધિ-પર્યાપ્તા જ હોય છે.... કેવલીભગવંતને ઉદયમાં આવતી પ્રકૃતિ -
જે કેવલીભગવંતને તીર્થંકર નામકર્મનો ઉદય હોય છે. તે તીર્થકર કેવલીભગવંત કહેવાય છે અને બાકીના કેવલીભગવંતને સામાન્ય કેવલી કહે છે.
* વિગ્રહગતિમાં કાર્મણકાયયોગીમનુષ્યને ઉદયમાં આવતી ૨૧ પ્રકૃતિમાંથી આનુપૂર્વી વિનાની ૨૦ પ્રકૃતિનો ઉદય કાર્મણકાયયોગીકેવલીને કેવલી સમુદ્યાતમાં ૩/૪/પ સમયે હોય છે. અને તે જ સમયે તીર્થંકર કેવલીભગવંતને ૨૦ + જિનનામ = ૨૧ પ્રકૃતિનો ઉદય હોય છે.
* ઉત્પત્તિસ્થાને આવેલા મનુષ્યની જેમ સામાન્ય કેવલીભગવંતને કેવલી સમુદ્યાતમાં ૨/૬/૭ સમયે ૨૦ + ઔદ્ધિક + ૧૭ સંઘયણ + ૬ સંસ્થાનમાંથી-૧ + પ્રત્યેક + ઉપઘાત = ૨૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને તે જ સમયે તીર્થકરકેવલીને ૨૧ + ઔદ્રિક + ૧લુ સંઘયણ + ૧૯ સંસ્થાન + ઉપઘાત + પ્રત્યેક = ૨૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
| * ભવસ્થમનુષ્યની જેમ ભવસ્થસામાન્યકેવલી ભગવંતને અને કેવલીસમુદ્ધાતમાં ૧લા/૮મા સમયે ૨૬ + પરાઘાત + ઉચ્છવાસ +
૨૬૨