________________
બે વિહાયોગતિમાંથી-૧ + બે સ્વરમાંથી-૧ = ૩૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અને તીર્થંકરકેવલી ભગવંતને ૨૭ + પરાઘાત + ઉચ્છ્વાસ + શુભવિહાયોગતિ + સુસ્વર = ૩૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* યોગનિરોધકાલે કેવલીભગવંત વચનયોગને રોકે છે ત્યારે સ્વરનો ઉદયવિચ્છેદ થવાથી સામાન્યકેવલી ભગવંતને ૩૦માંથી સુસ્વર કે દુઃસ્વરને કાઢી નાંખવાથી ૨૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અને તીર્થંકર કેવલીભગવંતને ૩૧માંથી સુસ્વરને કાઢી નાંખવાથી ૩૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* યોગનિરોધકાલે કેવલીભગવંત શ્વાસોચ્છ્વાસને રોકે છે ત્યારે ઉચ્છવાસ નામકર્મનો ઉદયવિચ્છેદ થવાથી સામાન્યકેવલી ભગવંતને ૨૯માંથી ઉચ્છ્વાસને કાઢી નાંખવાથી ૨૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને તીર્થંક૨ કેવલીભગંવતને ૩૦માંથી ઉચ્છ્વાસ કાઢી નાંખવાથી ૨૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* અયોગી કેવલીગુણઠાણે સામાન્યઅયોગીકેવલીને, મનુષ્યગતિ, પંચેજાતિ, ત્રસત્રિક, સુભગ, આદેય-યશ... કુલ-૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને તીર્થંકરઅયોગીકેવલીને ૮ + જિનનામ = ૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. એ રીતે, સામાન્યકેવલીને ૨૦/૨૬/૨૮/૨૯/૩૦/૮ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. અને તીર્થંકરકેવલીને ૨૧/૨૭/૨૯/૩૦/ ૩૧/૯ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. દેવને ઉદયમાં આવતી પ્રકૃતિઃ
* વિગ્રહગતિમાં દેવને ધ્રુવોદયી-૧૨, દેવદ્ધિક, પંચેજાતિ, ત્રસત્રિક, સુભગ-દુર્ભાગમાંથી-૧, આદેય-અનાદેયમાંથી-૧ અને યશઅયશમાંથી-૧... કુલ-૨૧ પ્રકૃતિ ઉદયમાં આવે છે.
* દેવ ઉત્પત્તિસ્થાને આવે છે ત્યારે ૨૧માંથી આનુપૂર્વી વિના ૨૦ + વૈદ્ધિક + ૧લુ સંસ્થાન + પ્રત્યેક + ઉપઘાત = ૨૫ પ્રકૃતિ
૨૬૩