________________
મનુપ્રા૦ ૨૫/૨૯ના બંધના કુલ ..........૪૬૦૯ દેવપ્રાયોગ્ય-૨૮ના બંધના.. ..............................................૮ નરકપ્રાયોગ્ય-૨૮ના બંધનો...
કુલ - ૧૩૯૨૬ ભાંગા ઘટે છે. બાકીના-૧૯ ભાંગા ઘટતા નથી. કારણ કે મતિઅજ્ઞાનીને જિનનામ અને આહારકબ્રિકનો બંધ ન હોય. તેથી દેવપ્રાયોગ્ય૨૯/૩૦/૩૧ના બંધના ક્રમશઃ ૮ + ૧ + ૧ = ૧૦ ભાંગા ઘટતા નથી તથા મનુષ્યપ્રાયોગ્ય ૩૦ના બંધના-૮ અને અપ્રાયોગ્ય-૧ના બંધનો૧ ભાંગો ઘટતો નથી. એટલે કુલ ૧૦ + ૮ + ૧ = ૧૯ ભાંગા ઘટતા નથી. મતિ-અજ્ઞાનની જેમ... શ્રુત-અજ્ઞાનમાર્ગણામાં ૬ બંધસ્થાન અને ૧૩૯૨૬ બંધભાંગા થાય છે. વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ૬ બંધસ્થાન અને ૧૩૯૨૬ બંધભાંગા થાય છે. મન:પર્યવજ્ઞાનની જેમ.... સામાયિકચારિત્રમાર્ગણામાં-૫ બંધસ્થાન અને ૧૯ બંધભાંગા થાય છે. છેદોપસ્થાપનીય માર્ગણામાં-૫ બંધસ્થાન અને ૧૯ બંધભાંગા થાય છે. પરિહારવિશુદ્ધસંયમમાર્ગણા -
પરિહારવિશુદ્ધચારિત્ર ૬ઢા-૭મા ગુણઠાણે જ હોય છે. પરિહાર વિશુદ્ધસંયમી દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધી શકે છે. એટલે પરિહારવિશુદ્ધચારિત્રમાર્ગણામાં દેવપ્રાયોગ્ય-૧૮ ભાંગા જ ઘટે છે. બાકીના-૧૩૯૨૭ ભાંગા ઘટતા નથી. કારણ કે પરિહારવિશુદ્ધસંયમી તિર્યંચ-મનુષ્ય કે નરકમાયોગ્યબંધ કરી શકતા નથી. અને શ્રેણી માંડી શકતા નથી. તેથી તિર્યંચપ્રાયોગ્ય-૯૩૦૮ + મનુપ્રા૦-૪૬૧૭ + નરકમાઇ-૧ + અપ્રાયોગ્ય-૧ = ૧૩૯૨૭ બંધભાંગા ઘટતા નથી.
૨૪૮