Book Title: Saptatika Part 01 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 267
________________ ૩૧ સુધી અને ૯, ૮ (કુલ-૧૨) નામકર્મના ઉદયસ્થાનો હોય છે. વિવેચન - નામકર્મની ઉદયને યોગ્ય ગતિ-૪ + જાતિ-૫ + શરીર-૫ + અંગોપાંગ-૩ + સંઘયણ-૬ + સંસ્થાન-૬ + વર્ણાદિ-૪ + આનુપૂર્વી-૪ + વિહા૦૨ + પ્રત્યેક-૮ + ત્રસાદિ-૧૦ + સ્થાવરાદિ-૧૦ = ૬૭ પ્રકૃતિ છે. તેમાંથી નામકર્મની ધ્રુવોદયી-તૈ૦શ૦, કાવશ૦, વર્ણાદિ-૪, અગુરુલઘુ, નિર્માણ, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ..કુલ-૧૨ પ્રકૃતિ ૧૩માં ગુણઠાણા સુધી દરેક જીવને દરેક સમયે અવશ્ય ઉદયમાં હોય છે અને બીજી કેટલીક પ્રકૃતિ પોત-પોતાના ભવને યોગ્ય ઉદયમાં આવે છે. એટલે એકજીવને એકીસાથે બધી જ પ્રકૃતિ ઉદયમાં આવતી નથી. સંસારી જીવને એક ભવમાંથી બીજા ભવમાં જતી વખતે સૂક્ષ્મશરીર જ હોય છે. સ્કૂલશરીર હોતું નથી. તેથી વિગ્રહગતિમાં સૌથી ઓછામાં ઓછી પ્રકૃતિ ઉદયમાં હોય છે તે જીવ ઉત્પત્તિસ્થાને આવે છે ત્યારે પોતાના ભવને યોગ્ય શરીરાદિનામકર્મનો ઉદય થાય છે તે વખતે પોતાના ભવને યોગ્ય શરીરનામકર્માદિ પ્રકૃતિઓ ઉદયમાં વધે છે ત્યાર પછી શરીરાદિ પર્યાપ્તિઓ પૂર્ણ થતી જાય છે તેમ તેમ ઉદયમાં પ્રકૃતિઓ વધતી જાય છે. એકેન્દ્રિયને ઉદયમાં આવતી પ્રકૃતિ * વિગ્રહગતિમાં એકેન્દ્રિયને ધ્રુવોદય-૧૨, તિર્યંચદ્ધિક, એકેo જાતિ, સ્થાવર, સૂથમ-બાદરમાંથી-૧, પર્યાપ્ત અપર્યાપ્તમાંથી-૧, દુર્ભગ, અનાદેય, યશ-અશમાંથી-૧. કુલ-૨૧ પ્રકૃતિ એકસાથે ઉદયમાં આવે છે. એકેન્દ્રિય ઉત્પત્તિસ્થાને આવે છે ત્યારે ૨૧માંથી આનુપૂર્વી વિના ૨૦ + ઔવશ૦ + હુંડક + પ્રત્યેક-સાધારણમાંથી-૧ + (૪૯) દરેક જીવને વિગ્રહગતિમાં પર્યાપ્ત કે અપર્યાપ્તનામકર્મનો ઉદય શરૂ થઈ જાય છે પણ પર્યાપ્તિની રચનાનો પ્રારંભ ઉત્પત્તિસ્થાને આવ્યા પછી જ થાય છે. ૨૫૮

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306