________________
૯ના બંધકને ઉપશમશ્રેણીમાં ૮મા ગુણઠાણે ૨૮/૦૪/૨૧નું સત્તાસ્થાન હોય છે અને ક્ષપકશ્રેણીમાં ૨૧નું જ સત્તાસ્થાન હોય છે.
* ૯મા ગુણઠાણે મોહનીયની ૫ પ્રકૃતિને બાંધનારા જીવોને ૨૮/૨૪/૧૧/૧૩/૧૨/૧૧ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે. તેમાંથી ઉપશમ શ્રેણીમાં ૨૮/ર૪/૨૧ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે અને ક્ષપકશ્રેણીમાં ૨૧/૧૩/૧૨/૧૧ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે.
પુરુષવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા પના બંધકને ૮ કષાયનો ક્ષય ન થાય ત્યાં સુધી ૨૧ પ્રકૃતિ સત્તામાં હોય છે. ૮ કષાયનો નાશ થયા પછી ૧૩ પ્રકૃતિ સત્તામાં રહે છે. અંતરકરણ કર્યા પછી અંતર્મુહૂર્તમાં નપુંસકવેદનો નાશ થવાથી ૧૨ પ્રકૃતિ સત્તામાં રહે છે. ત્યાર પછી અંતર્મુહૂર્તમાં સ્ત્રીવેદનો નાશ થવાથી ૧૧ પ્રકૃતિ સત્તામાં રહે છે. ત્યાર પછી જે સમયે પુરુષવેદનો બંધવિચ્છેદ અને ઉદયવિચ્છેદ થાય છે. તે જ સમયે હાસ્યષકનો નાશ થાય છે એટલે પુરુષવેદનો બંધવિચ્છેદ થયા પછી ૪ના બંધકને ૫ પ્રકૃતિ સત્તામાં રહે છે. ત્યાર પછી સમયજૂન બે આવલિકાકાળે પુ.વેદનો નાશ થવાથી ૪ના બંધકને ૪ પ્રકૃતિ સત્તામાં રહે છે. ત્યાર પછી અંતર્મુહૂર્તકાળે સંક્રોધનો બંધવિચ્છેદ અને ઉદયવિચ્છેદ એકીસાથે થાય છે. એટલે સંક્રોધનો બંધવિચ્છેદ થયા પછી ૩ના બંધકને ૪ પ્રકૃતિ સત્તામાં હોય છે ત્યાર પછી સમયગૂન બે આવલિકાકાળે સં.ક્રોધનો નાશ થવાથી ૩ના બંધકને ૩ પ્રકૃતિ સત્તામાં રહે છે. ત્યાર પછી અંતર્મુહૂર્તકાળે સં.માનનો બંધવિચ્છેદ અને ઉદયવિચ્છેદ એકી સાથે થાય છે. એટલે સં.માનનો બંધવિચ્છેદ થયા પછી ૨ના બંધકને ૩ પ્રકૃતિ સત્તામાં હોય છે. ત્યાર પછી સમયગૂન બે આવલિકાકાળે સં.માનનો નાશ થવાથી રના બંધકને ૨ પ્રકૃતિ જ સત્તામાં રહે છે. ત્યાર પછી અંતર્મુહૂર્તકાળે સં.માયાનો બંધવિચ્છેદ અને ઉદયવિચ્છેદ એકી સાથે થાય છે એટલે સં.માયાનો બંધવિચ્છેદ થયા પછી ૧ પ્રકૃતિના (સં.લોભના) બંધકને ૨ પ્રકૃતિ સત્તામાં હોય છે. ત્યાર પછી સમયજૂન
૧૪૮