________________
ત્રણે વેદ ઉદયમાં પરસ્પર વિરોધી છે. એટલે એક જીવને ૩ વેદમાંથી કોઈપણ એક જ વેદનો ઉદય હોય છે. એટલે એક જીવને એકી સાથે.
...............મિથ્યાત્વમો. ૧ ક્રોધાદિ-૪માંથી-૧ કષાય અનંતાનુબંધી વગેરે ૪ પ્રકારે, બે યુગલમાંથી કોઈપણ ૧ યુગલની ૨ પ્રકૃતિ, ૩ વેદમાંથી કોઈપણ ૧ વેદ
કુલ ૮ પ્રકૃતિનો ઉદય અવશ્ય હોય છે અને ભય-જુગુપ્સાનો ઉદય વિકલ્પ હોય છે. એટલે મિથ્યાષ્ટિને મિ0મો.+કષાય૧ યુગલ+૧ વેદ-૮ નો ઉદય હોય છે.
ક્યારેક ૮ + ભય = ૯નો ઉદય હોય છે.
ક્યારેક ૮ + જુગુપ્સા = ૯નો ઉદય હોય છે. ક્યારેક ૮ + ભય + જુગુ૦ = ૧૦નો ઉદય હોય છે.
જેને અનંતાનુબંધીની વિસંયોજના કરી હોય એવો ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિ જીવ સમ્યકત્વેથી પડીને મિથ્યાત્વે આવે છે ત્યારે એક આવલિકા સુધી અનંતાનુબંધીનો ઉદય હોતો નથી. કારણ કે અનંતાનુબંધીની વિસંયોજના કરનારો જીવ જે સમયે મિથ્યાત્વે આવે છે તે જ સમયથી અનંતાનુબંધીને બાંધવાની શરૂઆત કરે છે. એટલે તે જ સમયે અનંતાનુબંધી પતગ્રહ બને છે. એટલે તેમાં અપ્રત્યાખ્યાનીયાદિના દલિકો સંક્રમથી આવે છે. પણ અનંતાનુબંધીનું બંધાયેલું દલિક અને અનંતાનુબંધીમાં સંક્રમથી આવેલું દલિક એક આવલિકાકાળ સુધી એમ ને એમ પડ્યું રહે છે. જ્યાં સુધી બંધાયેલા દલિકની બંધાવલિકા અથવા સંક્રમથી આવેલા દલિકની સંક્રમાવલિકા પૂર્ણ ન થાય ત્યાં સુધી અનતાનુબંધીના દલિકો ઉદયમાં આવી શકતા નથી. તેથી અનંતાનુબંધીના વિસંયોજક જીવને મિથ્યાત્વે આવ્યા પછી એક આવલિકાપ કાળ સુધી અનંતાનુબંધીનો ઉદય હોતો નથી. એટલે અનંતાનુબંધીના ઉદય વિનાના મિથ્યાદષ્ટિને એક આવલિકા સુધી...
૧૦૩