________________
ગુણઠાણાની વિવક્ષા કર્યા વિના સામાન્યથી ઉદયભાંગા ગણીએ, તો ૬ઢા ગુણઠાણામાં ૭મા-૮મા ગુણઠાણાના ઉદયભાંગાનો સમાવેશ થઈ જાય છે. અને ભા ગુણઠાણામાં ૧૦માં ગુણઠાણાના ઉદયભાંગાનો સમાવેશ થઈ જાય છે. એટલે કુલ-૪૦ ચોવીશી અને ૯૭૬ (૪૦ ચોવીશી x ૨૪ ભાંગા = ૯૬૦ + ૧૬ = ૯૭૬) ઉદયભાંગા થાય છે.
મોહનીયના સત્તાસ્થાન : अट्ठय सत्तय छच्चउ तिगदुग एगाहिआ भवे वीसा । तेरस बारिकारस इतो पंचाइ एगूणा ॥ १४ ॥ संतस्स पयडिठाणाणि ताणि मोहस्स हुंति पन्नरस बंधोदयसंते पुण भंगविगप्पे बहू जाण ॥ १५ ॥
ગાથાર્થ - ૨૮, ૨૭, ૨૬, ૨૪, ૨૩, ૨૨, ૨૧, ૧૩, ૧૨, ૧૧, ૫ એનાથી આગળ પાંચમાંથી એક-એક પ્રકૃતિ ઓછી કરતાં ૪, ૩, ૨, ૧ એમ કુલ-૧૫ મોહનીયના સત્તાસ્થાન થાય છે અને બંધ-ઉદય-સત્તાના ભાંગા ઘણા થાય છે.
વિવેચનઃ- દરેક જીવને ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સત્તામાં મોહનીયની ૨૬ પ્રકૃતિ હોય છે. જ્યારે જીવને ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. ત્યારે ૨૬ + મિશ્ર + સ0મો= ૨૮ની સત્તા પ્રાપ્ત થાય છે.
૨૮નું સત્તાસ્થાન ૧ થી ૧૧ ગુણઠાણા સુધી હોય છે. જે ઉપશમસમ્યકત્વી કે ક્ષયોપશમસમ્યકત્વી સમ્યત્વેથી પડીને મિથ્યાત્વે આવે છે. તેને મિથ્યાત્વ ગુણઠાણે ૨૮ની સત્તા હોય છે. જે ઉપશમ સમ્યગ્દષ્ટિ સાસ્વાદન ગુણઠાણે આવે છે. તેને ૨૮ની જ સત્તા હોય છે. જે ઉપશમસમ્યકત્વી કે અનંતાનુબંધીની વિસંયોજના ન કરી હોય એવો ક્ષયોપશમ સમ્યકત્વી મિશ્ર ગુણઠાણે આવે છે. તેને ૨૮ની સત્તા હોય છે. જે ક્ષયોપશમસમ્યકત્વી જીવે અનંતાનુબંધીની વિસંયોજના નથી કરી
૧૧૭