SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણઠાણાની વિવક્ષા કર્યા વિના સામાન્યથી ઉદયભાંગા ગણીએ, તો ૬ઢા ગુણઠાણામાં ૭મા-૮મા ગુણઠાણાના ઉદયભાંગાનો સમાવેશ થઈ જાય છે. અને ભા ગુણઠાણામાં ૧૦માં ગુણઠાણાના ઉદયભાંગાનો સમાવેશ થઈ જાય છે. એટલે કુલ-૪૦ ચોવીશી અને ૯૭૬ (૪૦ ચોવીશી x ૨૪ ભાંગા = ૯૬૦ + ૧૬ = ૯૭૬) ઉદયભાંગા થાય છે. મોહનીયના સત્તાસ્થાન : अट्ठय सत्तय छच्चउ तिगदुग एगाहिआ भवे वीसा । तेरस बारिकारस इतो पंचाइ एगूणा ॥ १४ ॥ संतस्स पयडिठाणाणि ताणि मोहस्स हुंति पन्नरस बंधोदयसंते पुण भंगविगप्पे बहू जाण ॥ १५ ॥ ગાથાર્થ - ૨૮, ૨૭, ૨૬, ૨૪, ૨૩, ૨૨, ૨૧, ૧૩, ૧૨, ૧૧, ૫ એનાથી આગળ પાંચમાંથી એક-એક પ્રકૃતિ ઓછી કરતાં ૪, ૩, ૨, ૧ એમ કુલ-૧૫ મોહનીયના સત્તાસ્થાન થાય છે અને બંધ-ઉદય-સત્તાના ભાંગા ઘણા થાય છે. વિવેચનઃ- દરેક જીવને ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સત્તામાં મોહનીયની ૨૬ પ્રકૃતિ હોય છે. જ્યારે જીવને ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. ત્યારે ૨૬ + મિશ્ર + સ0મો= ૨૮ની સત્તા પ્રાપ્ત થાય છે. ૨૮નું સત્તાસ્થાન ૧ થી ૧૧ ગુણઠાણા સુધી હોય છે. જે ઉપશમસમ્યકત્વી કે ક્ષયોપશમસમ્યકત્વી સમ્યત્વેથી પડીને મિથ્યાત્વે આવે છે. તેને મિથ્યાત્વ ગુણઠાણે ૨૮ની સત્તા હોય છે. જે ઉપશમ સમ્યગ્દષ્ટિ સાસ્વાદન ગુણઠાણે આવે છે. તેને ૨૮ની જ સત્તા હોય છે. જે ઉપશમસમ્યકત્વી કે અનંતાનુબંધીની વિસંયોજના ન કરી હોય એવો ક્ષયોપશમ સમ્યકત્વી મિશ્ર ગુણઠાણે આવે છે. તેને ૨૮ની સત્તા હોય છે. જે ક્ષયોપશમસમ્યકત્વી જીવે અનંતાનુબંધીની વિસંયોજના નથી કરી ૧૧૭
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy