________________
તેને ૪ થી ૭ ગુણઠાણા સુધી ૨૮ની સત્તા હોય છે. કેટલાક આચાર્ય ભગવંતના મતે ઉપશમશ્રેણીમાં ઉપશમ સમ્યક્ત્વીને ૮ થી ૧૧ ગુણઠાણા સુધી ૨૮ની સત્તા હોય છે. એટલે ૧ થી ૧૧ ગુણઠાણા સુધી ૨૮નું સત્તાસ્થાન હોય છે.
૨૮ના સત્તાસ્થાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૧૩૨ સાગરોપમ છે. કારણ કે જે ઉપશમ સમ્યક્ત્વી જીવ ક્ષયોપશમ સમ્યક્ત્વ પામીને અંતર્મુહૂર્તમાં જ અનંતાનુબંધીની વિસંયોજના કરીને, ૨૪ની સત્તાવાળો થાય છે તેને ૨૮નું સત્તાસ્થાન અંતર્મુહૂર્ત જ રહે છે. એટલે ૨૮ની સત્તાસ્થાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત કહ્યો છે અને જે જીવ સાધિક ૬૬ સાગરોપમ સુધી ક્ષયોપશમ સમ્યક્ત્વમાં રહ્યા પછી અંતર્મુહૂર્ત મિશ્રદૃષ્ટિ થઈને, ફરીથી સાધિક ૬૬ સાગરોપમ સુધી ક્ષયોપશમ સમ્યક્ત્વમાં રહે છે. તેને સાધિક ૧૩૨ સાગરોપમ સુધી ૨૮નું સત્તાસ્થાન હોય છે. ત્યારબાદ તે જીવ ક્ષપકશ્રેણી માંડે, તો અંતર્મુહૂર્તમાં જ અનંતાનુબંધીનો ક્ષય કરીને ૨૪ની સત્તાવાળો થાય છે. અથવા તે જીવ મિથ્યાત્વે આવીને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળમાં સમોની ઉદ્દલના કરીને ૨૭ની સત્તાવાળો થાય છે. એટલે ૨૮ના સત્તાસ્થાનનો કાળ ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક ૧૩૨ સાગરોપમ કહ્યો છે.
* સમ્યક્ત્વથી પડીને મિથ્યાત્વે આવેલો જીવ અંતર્મુહૂર્ત પછી સ.મો. અને મિશ્રમો.ની ઉદ્ગલના શરૂ કરે છે. પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જેટલો કાળ જાય ત્યારે સ.મો.ની સંપૂર્ણ ઉદ્ગલના (સત્તામાંથી નાશ) થઈ જવાથી તે જીવ ૨૭ની સત્તાવાળો થાય છે.
૨૭નું સત્તાસ્થાન ૧લા ગુણઠાણે હોય છે અને ૨૭ની સત્તાવાળો મિથ્યાર્દષ્ટિ મિશ્રમો.ની ઉદ્દલના કરતો કરતો ક્યારેક મિશ્રમોહનીયનો ઉદય થઈ જવાથી ૩જા ગુણઠાણે પણ આવી જાય છે. એટલે ૨૭નું સત્તાસ્થાન ૩જા ગુણઠાણે પણ હોય છે.
૧૧૮