________________
મિથ્યાદૃષ્ટિ જીવ સ.મો. અને મિશ્રમો.ની ઉદ્ધલના એકીસાથે શરૂ કરે છે. પરંતુ સ.મો.ની સંપૂર્ણ ઉદ્ધલના થઈ ગયા પછી ૨૭ની સત્તાવાળા મિથ્યાષ્ટિને મિશ્રમોહનીયની સંપૂર્ણ ઉદ્વલના કરતા પલ્યોપમના અસંતુ ભાગ જેટલો કાળ લાગે છે. તેથી ૨૭ના સત્તાસ્થાનનો કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કહ્યો છે.
અનાદિમિથ્યાષ્ટિને ૨૬ના સત્તાસ્થાનનો કાળ અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનંત છે. ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાંત છે. સાદિમિથ્યાષ્ટિને ૨૬ના સત્તાસ્થાનનો કાળ સાદિ-સાંત છે. સાદિ-સાંત ભાંગાનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન અદ્ધપુદ્ગલ પરાવર્ત છે. કારણ કે જે મિથ્યાદૃષ્ટિ જીવ સ.મો. અને મિશ્રમો.ની ઉલના કરીને ૨૬ની સત્તાવાળો થયા પછી અંતર્મુહૂર્તમાં જ ત્રણ કરણ કરીને ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે ત્યારે તે ૨૮ની સત્તાવાળો થાય છે. તેને ર૬નું સત્તાસ્થાન માત્ર અંતર્મુહૂર્ત જ રહે છે. તેથી ર૬ના સત્તાસ્થાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત કહ્યો છે અને કોઈક મિથ્યાદષ્ટિ જીવ સ.મો. અને મિશ્રમો.ની ઉઠ્ઠલના કર્યા પછી ર૬ની સત્તાવાળો થઈને દેશોન અદ્ધપુદ્ગલ પરાવર્તકાળ ગયા પછી ફરીથી ઉપશમ સમ્યકત્વ પામીને ૨૮ની સત્તાવાળો થાય છે તેથી ૨૬ની સત્તાસ્થાનનો કાળ ઉત્કૃષ્ટથી દેશોન અદ્ધપુદ્ગલ પરાવર્ત કહ્યો છે.
* ૨૬નું સત્તાસ્થાન ૧લા ગુણઠાણે જ હોય છે.
* ક્ષયોપશમસમ્યગ્દષ્ટિ ૪ થી ૭ ગુણઠાણામાંથી કોઈપણ ગુણઠાણે અનંતાનુબંધીની વિસંયોજના કરે છે ત્યારે ર૪ની સત્તાવાળો થાય છે.
. અનંતાનુબંધીનો વિસંયોજક ત્રીજે ગુણઠાણે જાય છે અને ઉપશમ શ્રેણી માંડીને ૧૧મા ગુણઠાણા સુધી જાય છે. એટલે ૨૪નું સત્તાસ્થાન ૩ થી ૧૧ સુધીના ૯ ગુણઠાણામાં હોય છે.
૧૧૯