________________
૨૪ના સત્તાસ્થાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૧૩૨ સાગરોપમ છે. જે જીવ અનંતાનુબંધીની વિસંયોજના કર્યા પછી અંતર્મુહૂર્ત કાળમાં જ મિથ્યાત્વનો ક્ષય કરીને ૨૩ની સત્તાવાળો થાય છે. તેને ૨૪નું સત્તાસ્થાન અંતર્મુહૂર્ત જ રહે છે અને જે ૨૪ની સત્તાવાળો જીવ સાધિક ૬૬ સાગરોપમ ક્ષયોપશમ સમ્યક્ત્વમાં રહીને, અંતર્મુહૂર્ત મિશ્રદૃષ્ટિ થયા પછી ફરીથી સાધિક ૬૬ સાગરોપમ ક્ષયોપશમ સમ્યક્ત્વમાં રહે છે. તેને સાધિક ૧૩૨ સાગરોપમ સુધી ૨૪ની સત્તા રહે છે. ત્યારપછી તે જીવ મિથ્યાત્વનો ક્ષય કરીને ૨૩ની સત્તાવાળો થાય છે. એટલે ૨૪ના સત્તાસ્થાનનો કાળ ઉત્કૃષ્ટથી સાધિક ૧૩૨ સાગરોપમ કહ્યો છે.
* ક્ષાયિક સમ્યક્ત્વને પ્રાપ્ત કરતી વખતે ૨૩ની સત્તાવાળો ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિ અંતર્મુહૂર્તમાં જ મિશ્રનો ક્ષય કરીને ૨૨ની સત્તાવાળો થાય છે. એટલે ૨૩ના સત્તાસ્થાનનો કાળ અંતર્મુહૂર્ત જ છે.
૨૩ની સત્તા ૪ થી ૭ ગુણઠાણે હોય છે.
* ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરતી વખતે ૨૨ની સત્તાવાળો ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિ અંતર્મુહૂર્તમાં જ સમ્યક્ત્વમોહનીયનો ક્ષય કરીને ૨૧ની સત્તાવાળો થાય છે. એટલે ૨૨ના સત્તાસ્થાનનો કાળ અંતર્મુહૂર્ત
જ છે.
૨૨ની સત્તા ૪ થી ૭ ગુણઠાણે હોય છે.
* ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરતી વખતે ૨૨ની સત્તાવાળો ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિ ૪ થી ૭ ગુણઠાણામાં અંતર્મુહૂર્તમાં જ સ.મો.નો ક્ષય કરીને ૨૧ની સત્તાવાળો થાય છે. તે જ સમયે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. એટલે ક્ષાયિક સમ્યક્ત્વીને ૨૧નું જ સત્તાસ્થાન હોય છે. ૨૧નું સત્તાસ્થાન ૪ થી ૧૧ ગુણઠાણા સુધી હોય છે.
૧૨૦