________________
૨૧ની સત્તાસ્થાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૩૩ સાગરોપમ છે. કારણ કે જે જીવ ક્ષાયિક સમ્યકત્વ પામીને અંતર્મુહૂર્તમાં જ ક્ષપકશ્રેણીમાં ૮ કષાયનો ક્ષય કરીને ૧૩ની સત્તાવાળો થાય છે. તેને ૨૧નું સત્તાસ્થાન અંતર્મુહૂર્ત જ હોય છે અને જે બદ્ધાયુ મનુષ્ય ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે તે મનુષ્યભવ પૂર્ણ કરીને અનુત્તરમાં ૩૩ સાગરોપમ રહીને, ત્યાંથી મનુષ્યમાં આવ્યા પછી ક્ષપકશ્રેણી માંડીને, ૮ કષાયનો ક્ષય કરે છે. ત્યારે ૧૩ની સત્તાવાળો
છે . ૧ . થાય છે. એટલે ક્ષાયિક સમ્યકત્વીને મનુષ્યના બે ભવ અધિક ૩૩ સાગરોપમ સુધી ર૧નું સત્તાસ્થાન હોય છે. એટલે ૨૧ના સત્તાસ્થાનનો કાળ ઉત્કૃષ્ટથી સાધિક ૩૩ સાગરોપમ કહ્યો છે.
* ક્ષપકશ્રેણીમાં પ્રવેશ કર્યા પછી પુત્રવેદી મહાત્મા અંતર્મુહૂર્તમાં જ ૮ કષાયનો ક્ષય કરીને ૧૩ની સત્તાવાળા થાય છે. ત્યાર પછી અંતર્મુહૂર્તમાં જ નપુંસકવેદનો ક્ષય કરીને ૧રની સત્તાવાળા થાય છે. ત્યાર પછી અંતર્મુહૂર્તમાં જ સ્ત્રીવેદનો ક્ષય કરીને ૧૧ની સત્તાવાળા થાય છે. ત્યાર પછી અંતર્મુહૂર્તમાં જ હાસ્યષકનો ક્ષય કરીને પની સત્તાવાળા થાય છે. ત્યાર પછી સમયગૂન બે આવલિકામાં પુત્રવેદનો ક્ષય કરીને ૪ની સત્તાવાળા થાય છે. ત્યાર પછી અંતર્મુહૂર્તમાં જ સં.ક્રોધનો ક્ષય કરીને ૩ની સત્તાવાળા થાય છે. ત્યાર પછી અંતર્મુહૂર્તમાં જ સં.માનનો ક્ષય કરીને ૨ની સત્તાવાળા થાય છે. ત્યાર પછી અંતર્મુહૂર્તમાં જ સં.માયાનો ક્ષય કરીને ૧ની (સં.લોભની) સત્તાવાળા થાય છે. એટલે ૧૩, ૧૨, ૧૧, ૫, ૪, ૩, ૨, ૧ સત્તાસ્થાનો મા ગુણઠાણામાં હોય છે. તેમાંથી પના સત્તાસ્થાનનો કાળ સમયગૂન બે આવલિકા છે અને બાકીના સત્તાસ્થાનનો કાળ અંતર્મુહૂર્ત છે.
એ રીતે, મોહનીયકર્મના ૨૮, ૨૭, ૨૬, ૨૪, ૨૩, ૨૨, ૨૧,૧૩, ૧૨, ૧૧, ૫, ૪, ૩, ૨, ૧... (કુલ-૧૫) સત્તાસ્થાનો થાય છે.
૧૨૧