________________
મોહનીયના બંધસ્થાન : बावीस इक्कवीसा, सत्तरस तेरसेव नव पंच । चउ तिग दुगं च इक्कं बंधठाणाणि मोहस्स ॥ १२ ॥
ગાથાર્થ- મોહનીયકર્મના બંધસ્થાનો બાવીસ-એકવીસ-સત્તરતેર-નવ-પાંચ ચાર-ત્રણ-બે-એક (કુલ-૧૦) છે.
વિવેચન - મિથ્યાત્વગુણઠાણે મોહનીયકર્મની ૨૬ પ્રકૃતિ બંધાય છે. તેમાંથી મિથ્યાત્વ + ૧૬ કષાય + ભય + જુગુપ્સા=૧૯ ધ્રુવબંધી છે. એટલે કોઈપણ જીવ ધ્રુવબંધી-૧૯ પ્રકૃતિને પોત-પોતાના બંધવિચ્છેદ સ્થાન સુધી દરેક સમયે અવશ્ય બાંધે છે. બાકીની હાસ્ય-રતિ (યુગલ) + શોક – અરતિ (યુગલ) + ૩ વેદ = ૭ પ્રકૃતિ બંધમાં પરાવર્તમાન છે. એટલે કોઈપણ જીવ હાસ્ય-રતિને બાંધતો હોય ત્યારે શોક-અરતિને બાંધતો નથી અને શોક-અરતિને બાંધતો હોય ત્યારે હાસ્ય-રતિને બાંધતો નથી. એટલે એક જીવ એક સાથે બે યુગલમાંથી કોઈપણ એક જ યુગલને બાંધી શકે છે. તથા ૩ વેદમાંથી કોઈપણ એક જ વેદને બાંધી શકે છે. તેથી એક જીવ એકી સાથે ધ્રુવબંધી-૧૯ + ૧ યુગલ + ૧ વેદ = ૨૨ પ્રકૃતિને બાંધી શકે છે. એટલે મિથ્યાત્વ ગુણઠાણે મોહનીયની ૨૨ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે. તેનો કાળ અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનંત છે. ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાંત છે અને સમ્યકત્વથી પડેલા જીવની અપેક્ષાએ સાદિ-સાંત છે.
* મિથ્યાત્વગુણઠાણાના અંતે મિથ્યાત્વમોહનીયનો બંધવિચ્છેદ થાય છે. એટલે સાસ્વાદન ગુણઠાણે કોઈપણ જીવ ૨૨માંથી મિથ્યાત્વ વિના ૨૧ પ્રકૃતિને એકીસાથે બાંધે છે. એટલે બીજા ગુણઠાણે ૨૧ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે. તેનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા છે.
* સાસ્વાદન ગુણઠાણાના અંતે અનંતાનુબંધીનો બંધવિચ્છેદ થાય છે. એટલે ૩જા/૪થા ગુણઠાણે કોઈપણ જીવ ર૧માંથી અનંતાનુબંધી
૯O