________________
ભાંગો બીજા ગુણઠાણા સુધી જ હોય છે.
* કોઈક જીવને નીચગોત્રનો બંધ, ઉચ્ચગોત્રનો ઉદય, નીચગોત્ર-ઉચ્ચગોત્રની સત્તા હોય છે, તે ત્રીજો ભાંગો થયો. તેનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. આ ભાંગો બીજા ગુણઠાણા સુધી જ હોય છે.
| * કોઈક જીવને ઉચ્ચગોત્રનો બંધ, નીચગોત્રનો ઉદય, નીચગોત્ર-ઉચ્ચગોત્રની સત્તા હોય છે, તે ચોથો ભાંગો થયો. તેનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત અધિક માસન્યૂન ૩૩ સાગરોપમ છે કારણ કે સાતમી નરકમાં નારકને ભવના પ્રથમ અંતર્મુહૂર્તમાં નીચગોત્ર જ બંધાય છે ત્યારપછી ભવના બીજા અંતર્મુહૂર્તમાં સાતમી નરકનો જે નારક ક્ષયોપશમસમ્યકત્વ પ્રાપ્ત કરીને ચાલુભવનું છમાસનું આયુષ્ય બાકી રહે ત્યાં સુધી ક્ષયોપશમસમ્યકત્વને જાળવી રાખે છે. તે નારકને અંતર્મુહૂર્ત અધિક માસચૂન ૩૩ સાગરોપમ સુધી ઉચ્ચગોત્રનો બંધ અને નીચગોત્રનો ઉદય હોય છે. એટલે ૪થા ભાંગાનો કાળ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત અધિક છમાસ ન્યૂન ૩૩ સાગરોપમ કહ્યો છે.
નીચગોત્રનો ઉદય ૧ થી ૫ ગુણઠાણા સુધી હોય છે. તેથી ૪થો ભાંગો ૧ થી ૫ ગુણઠાણા સુધી હોય છે.
* કોઈક જીવને ઉચ્ચગોત્રનો બંધ, ઉચ્ચગોત્રનો ઉદય, નીચગોત્ર-ઉચ્ચગોત્રની સત્તા હોય છે, તે પાંચમો ભાગો થયો. તેનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી સાધિક ૧૩૨ સાગરોપમ સુધી છે. કારણ કે જે જીવને સાધિક ૬૬ સાગરોપમ સુધી લયોપશમ સમ્યકત્વ રહ્યાં પછી અંતર્મુહૂર્તકાળ મિશ્રદષ્ટિ થઈને ફરીથી સાધિક ૬૬ સાગરોપમ સુધી ક્ષયોપશમસમ્યકત્વ રહે છે. તે જીવને સાધિક ૧૩૨ સાગરોપમ સુધી ઉચ્ચગોત્રનો બંધ અને ઉચ્ચગોત્રનો ઉદય હોય છે. એટલે પાંચમા ભાંગાનો ઉત્કૃષ્ટકાળ સાધિક ૧૩૨ સાગરોપમ કહ્યો છે.
૮૦