________________
માત્ર નીચગોત્રની જ સત્તા હોય છે તે જીવ મરીને એકેન્દ્રિય-વિકલેન્દ્રિય કે તિર્યચપંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે ત્યાં ફરીથી ઉચ્ચગોત્ર ન બાંધે ત્યાં સુધી ઉચ્ચગોત્રની સત્તા હોતી નથી. માત્ર નીચગોત્રની જ સત્તા હોય છે. એટલે તે જીવોને નીચગોત્રનો બંધ, નીચગોત્રનો ઉદય, નીચગોત્રની સત્તા હોય છે, તે ૧લો ભાંગો થયો. તેનો કાળ જઘન્યથીઅંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન અસંખ્ય ઉત્સર્પિણી અને અવસર્પિણી છે. કારણ કે તેઉકાય કે વાઉકાયમાં ગયેલો જીવ ઉચ્ચગોત્રની ઉકલના કર્યા પછી થોડા કાળમાં જ મરીને એકેન્દ્રિયાદિ તિર્યંચમાં ઉત્પન્ન થાય છે ત્યાં અંતર્મુહૂર્તકાળ ગયા પછી ઉચ્ચગોત્રને બાંધે છે એટલે ૧લા ભાંગાનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત કહ્યો છે. તથા તેઉકાય-વાઉકાયને ઉચ્ચગોત્રની સંપૂર્ણ ઉદ્ધલના કરતાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ થાય છે અને તેઉવાઉની સ્વકાસ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી છે. એટલે ૧લા ભાંગાનો ઉત્કૃષ્ટકાળ પલ્યોપમનો અસંખ્યાતમોભાગગૂન અસંખ્યઉત્સર્પિણી-અવસર્પિણી કહ્યો છે. ૧લો ભાંગો ૧લા ગુણઠાણે જ હોય છે.
કોઈક જીવને નીચગોત્રનો બંધ, નીચગોત્રનો ઉદય, નિચગોત્ર-ઉચ્ચગોત્રની સત્તા હોય છે, તે બીજો ભાંગો થયો. તેનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરોપમ છે. કારણ કે જે જીવ નીચગોત્રને ૧ સમય બાંધીને બીજા સમયે ઉચ્ચગોત્રનો બંધ શરૂ કરે છે તેને બીજો ભાંગો ૧ સમય જ હોય છે. એટલે બીજા ભાંગાનો કાળ જઘન્યથી ૧ સમય કહ્યો છે અને સાતમી નરકમાં નારકને ૩૩ સાગરોપમ સુધી બીજો ભાંગો હોય છે અને તે જીવ મરીને તિર્યંચમાં ઉત્પન્ન થાય છે ત્યાં પહેલા અંતર્મુહૂર્ત સુધી બીજો ભાંગી જ હોય છે. એટલે બીજા ભાંગાનો કાળ અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરોપમ કહ્યો છે.
નીચગોત્રનો બંધ બીજાગુણઠાણા સુધી જ હોય છે એટલે બીજો