________________
નાણા સુશ નાગરવર્તમાન કક્ષા સુધ હોય હોય છે
ગોત્રકર્મનું બંધસ્થાન :
નીચગોત્રનો બંધ બીજા ગુણઠાણા સુધી જ હોય છે અને ઉચ્ચ ગોત્રનો બંધ ૧ થી ૧૦ ગુણઠાણા સુધી જ હોય છે. ઉચ્ચગોત્ર અને નીચ ગોત્ર બંધમાં પરાવર્તમાન છે. એટલે બીજા ગુણઠાણા સુધી કોઈપણ જીવ નીચગોત્રને બાંધતો હોય ત્યારે ઉચ્ચગોત્રને બાંધતો નથી અને ઉચ્ચગોત્રને બાંધતો હોય ત્યારે નીચગોરને બાંધતો નથી. ૩જા ગુણઠાણાથી ૧૦મા ગુણઠાણા સુધી માત્ર ઉચ્ચગોત્ર જ બંધાય છે. એટલે ગોત્રકર્મમાં ૧ પ્રકૃતિનું એક જ બંધસ્થાન હોય છે. ગોત્રકર્મનું ઉદયસ્થાન :
નીચગોત્રનો ઉદય ૧ થી ૫ ગુણઠાણા સુધી હોય છે અને ઉચ્ચગોત્રનો ઉદય ૧ થી ૧૪ ગુણઠાણા સુધી હોય છે. ઉચ્ચગોત્ર અને નીચગોત્ર ઉદયમાં પરાવર્તમાન છે. એટલે કોઈ પણ જીવને પમા ગુણઠાણા સુધી નીચગોત્રનો ઉદય હોય ત્યારે ઉચ્ચગોત્રનો ઉદય હોતો નથી અને ઉચ્ચગોત્રનો ઉદય હોય ત્યારે નીચગોત્રનો ઉદય હોતો નથી... ૬ઠ્ઠાથી ૧૪મા ગુણઠાણા સુધી ઉચ્ચગોત્રનો જ ઉદય હોય છે. એટલે ગોત્રકર્મમાં ૧ પ્રકૃતિનું એક જ ઉદયસ્થાન હોય છે. ગોત્રકર્મના સત્તાસ્થાન :
તેઉકાય અને વાઉકાયમાં ગયેલો જીવ ઉચ્ચગોત્રને ઉવેલી નાંખે છે ત્યારે માત્ર નીચગોત્ર જ સત્તામાં હોય છે અને ૧૪મા ગુણઠાણાના છેલ્લા સમયે માત્ર ઉચ્ચગોત્ર જ સત્તામાં હોય છે. તે વખતે ૧ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે અને ૧૪મા ગુણઠાણાના દ્વિચરમસમય સુધી નીચગોત્ર-ઉચ્ચગોત્રની સત્તા હોય છે. તે વખતે ૨ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે એટલે ગોત્રકર્મના સત્તાસ્થાન-૨ છે. ગોત્રકર્મનો સંવેધ :
* તેઉકાય અને વાઉકાયને ઉચ્ચગોત્રની ઉદ્દલના કર્યા પછી
૭૮