________________
મનુષ્યાયુને બાંધતો હોય, તેને મનુષ્યાયુનો બંધ, મનુષ્યાયુનો ઉદય, મનુષ્યાયુ-મનુષ્યાયુની સત્તા હોય છે, તે ૧૮મો ભાંગો થયો. જે મનુષ્ય દેવાયુને બાંધતો હોય, તેને દેવાયુનો બંધ, મનુષ્યાયુનો ઉદય, દેવાયુમનુષ્યાયુની સત્તા હોય છે, તે ૧૯મો ભાંગો થયો.
આ ચારે ભાંગાનો કાળ અંતર્મુહૂર્ત છે.
નરકાયુ ૧લા ગુણઠાણે જ બંધાય છે. તેથી ૧૬મો ભાંગો ૧લા ગુણઠાણા સુધી જ હોય છે. મનુષ્યો તિર્યંચાયુ અને મનુષ્યાયુને બીજા ગુણઠાણા સુધી જ બાંધી શકે છે. કારણ કે ૩જા ગુણઠાણે આયુષ્ય બંધાતું નથી અને સમ્યગ્દષ્ટિમનુષ્યો દેવાયુને જ બાંધે છે. તેથી મનુષ્યો મનુષ્યાયુને બીજા ગુણઠાણા સુધી જ બાંધી શકે છે. એટલે ૧૭મો અને ૧૮મો ભાંગો બીજા ગુણઠાણા સુધી જ હોય છે. મનુષ્યો દેવાયુને ૩જા વિના ૧ થી ૭ ગુણઠાણા સુધી બાંધે છે. તેથી ૧૯મો ભાંગો ઉજા વિના ૧ થી ૭ ગુણઠાણા સુધી હોય છે.
* મનુષ્યોને પરભવાયુનો બંધ પૂર્ણ થયા પછી જે મનુષ્ય નરકાયુને બાંધ્યું હોય, તેને આયુનો અબંધ, મનુષ્યાયુનો ઉદય, નરકાયુમનુષ્યાયુની સત્તા હોય છે, તે ૨૦મો ભાંગો થયો. જે મનુષ્ય તિર્યંચાયુને બાંધ્યુ હોય, તેને આયુનો અબંધ, મનુષ્યાયુનો ઉદય, તિર્યંચાયુમનુષ્યાયુની સત્તા હોય છે, તે ૨૧મો ભાંગો થયો. જે મનુષ્ય મનુષ્યાયુને બાંધ્યું હોય, તેને આયુનો અબંધ, મનુષ્યાયુનો ઉદય, મનુષ્યાયુમનુષ્યાયુની સત્તા હોય છે, તે ૨૨મો ભાંગો થયો અને જે મનુષ્ય દેવાયુને બાંધ્યું હોય, તેને આયુનો અબંધ, મનુષ્યાયુનો ઉદય, દેવાયુમનુષ્યાયુની સત્તા હોય છે, તે ૨૩મો ભાંગો થયો.
આ ચારે ભાંગાનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તન્યૂન પૂર્વક્રોડવર્ષનો ત્રીજો ભાગ છે.
મનુષ્યો નકાયુ-તિર્યંચાયુ-મનુષ્યાયુને બાંધ્યા પછી ૭મા ગુણઠાણા સુધી જ જઈ શકે છે શ્રેણી માંડી શકતા નથી એટલે
૫૮