________________
૬૨ માર્ગણામાં આયુષ્યકર્મનો સંવેધ :
* આયુષ્યકર્મના -૨૮ ભાંગામાંથી નરકગતિમાં નારકના-૫, તિર્યંચગતિમાં તિર્યંચના-૯, મનુષ્યગતિમાં મનુષ્યના-૯ અને દેવગતિમાં દેવના-પ ભાંગા ઘટે છે.
એકેન્દ્રિયાદિ-૪, પૃથ્વીકાય, અપ્લાય અને વનસ્પતિકાયના જીવો તિર્યંચાયુ અને મનુષ્યાયુને જ બાંધે છે. એટલે તે માર્ગણામાં તિર્યંચના-૯ ભાંગામાંથી તિર્યંચના-૫ ભાંગા જ ઘટે છે.
* તેઉકાય-વાઉકાય તિર્યંચાયુને જ બાંધે છે. એટલે તે માર્ગણામાં તિર્યંચના-૯ ભાંગામાંથી ૩ ભાંગા જ ઘટે છે.
* સ્ત્રીવેદ અને પુરુષવેદમાર્ગણામાં નરકના-૫ ભાંગા ઘટતા નથી કારણ કે નારકોને નપુંસકવેદનો જ ઉદય હોય છે. સ્ત્રીવેદ કે પુરુષવેદનો ઉદય હોતો નથી. એટલે તે બન્ને માર્ગણામાં ર૩ ભાંગા ઘટે છે.
* નપુંસકવેદમાર્ગણામાં દેવના-૫ ભાંગા ઘટતા નથી કારણ કે દેવોને પુરુષવેદ અને દેવીઓને સ્ત્રીવેદનો ઉદય હોય છે. નપુંસકવેદનો ઉદય હોતો નથી. એટલે નપુંસકવેદમાર્ગણામાં ૨૩ ભાંગા ઘટે છે.
* મત્યાદિ-૩ જ્ઞાન અને અવધિદર્શન સમ્યકત્વગુણઠાણે જ પ્રાપ્ત થાય છે. તેથી તે માર્ગણામાં સમ્યકત્વગુણઠાણાની જેમ ૨૦ ભાંગા ઘટે છે.
* મન:પર્યવજ્ઞાની દેવાયુને જ બાંધી શકે છે અને નરકાયુની અને તિર્યંચાયુની સત્તાવાળાને મન:પર્યવજ્ઞાન અને પરિહારવિશુદ્ધિ ચારિત્ર પ્રાપ્ત થતું નથી. તેથી તે બન્ને માર્ગણામાં મનુષ્યના-૯ ભાંગામાંથી (૧૬) ગોપન્ન મત્તા, સત્ત ૩ માનવ િાિ પર !
अडयालसयट्ठाणे तिरिणिरयाऊ विणा छचत्तसयं ॥ २४ ॥ ओह चउ पमत्ताई, समइअछेएसु तुरिअणाणव्व તોપરિહારે..
(કર્મગ્રંથ-૩ માં સત્તાસ્વામિત્વ)
કાકા