________________
એટલે શુક્લલશ્યામાર્ગણામાં નારકના-૫ ભાંગા, તિર્યચના-૯ ભાંગામાંથી બંધકાળના- ૨ (૭મો/૧૬મો) ભાંગા મનુષ્ય-૯ ભાંગામાંથી બંધકાળના - ૨ (૧૬મો/૧૭મો) ભાંગા દેવના-૫ ભાંગામાંથી બંધકાળનો- ૧ (૨૫મો) ભાગો તિર્યંચાયુ-દેવાયુની સત્તાવાળો- ૧ (૨૭મો) ભાગો
કુલ ૧૧ વિના ૧૭૮ ભાંગા ઘટે છે. * ઉપશમસમ્યકત્વ અને મિશ્ર સમ્યકત્વમાર્ગણામાં મિશ્રગુણઠાણાની જેમ ૧૬ ભાંગા ઘટે છે.
* અબદ્ધાયુમનુષ્ય ક્ષાયિકસમ્યકત્વને પ્રાપ્ત કર્યા પછી માત્ર દેવાયુને જ બાંધી શકે છે અને ચારે આયુષ્યમાંથી કોઈ પણ આયુષ્ય બાંધ્યા પછી પણ મનુષ્ય ક્ષાયિકસમ્યકત્વને પ્રાપ્ત કરી શકે છે. એટલે સાયિકસમ્યકત્વમાર્ગણામાં મનુષ્યના-૯ ભાંગામાંથી બંધકાળના-૩ ભાંગા વિનાના ૬ ભાંગા ઘટે છે.
ક્ષાયિકસમ્યકત્વી મનુષ્ય ચારે ગતિમાં જઈ શકે છે અને ક્ષાયિકસમ્યકત્વી દેવ-નારકો મનુષ્યાયુને અને ક્ષાયિકસમ્યકત્વી તિર્યંચમનુષ્યો દેવાયુને જ બાંધે છે. એટલે ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં નરકના-૩ + તિર્યંચના-૩ + દેવના-૩ + મનુષ્યના-૬ = ૧૫ ભાંગા ઘટે છે.
* અસંજ્ઞીમાર્ગણામાં તિર્યંચો અને લબ્ધિ-અપર્યાપ્તા મનુષ્યો હોય છે. તેમાંથી પર્યાપ્તા અસંશી તિર્યચપંચેન્દ્રિય ચારે આયુષ્યને બાંધી શકે છે. એટલે અસંશી તિર્યંચોને તિર્યંચના-૯ ભાંગા ઘટે છે અને લબ્ધિ-અપર્યાપ્તા મનુષ્યો તિર્યંચાયુ અને મનુષ્યાયુને જ બાંધી શકે છે. એટલે અસંજ્ઞી મનુષ્યોને મનુષ્યના-૫ ભાંગા જ ઘટે છે. એટલે અસંજ્ઞીમાર્ગણામાં તિર્યંચના-૯ + મનુષ્યના-૫ = ૧૪ ભાંગા ઘટે છે.
* અણાહારીપણુ વિગ્રહગતિમાં જ હોય છે. તે વખતે પરભવાયુનો બંધ થતો નથી. એટલે અણાહારીમાર્ગણામાં બંધકાળના અને બંધ પછીના ભાંગા ઘટતા નથી. બંધ પહેલાના એક-એક જ ભાંગા ઘટે છે. એટલે અણાહારીમાર્ગણામાં કુલ-૪ ભાંગા ઘટે છે.
૬૯